Gujaratમાં સર્જાશે શિક્ષકોની ઘટ! બાળકોને ભણાવવા ન તો પ્રવાસી શિક્ષક છે ન તો Gyan sahayak...!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-01 16:32:14

ગુજરાતમાં શિક્ષણની વ્યવસ્થા પ્રતિદિન કથળી રહી છે. વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ મળે તે માટે અલગ અલગ યોજનાઓ સરકાર દ્વારા બનાવવામાં આવે છે. સરકાર ભલે ગમે તેટલી યોજનાઓ બનાવે બાળકોને ભણાવવાની પરંતુ વિદ્યાર્થીઓ ત્યારે જ ભણી શકશે જ્યારે શિક્ષકો ભણાવવા માટે શાળામાં હોય.અનેક શાળાઓ શિક્ષક વિનાની થઈ જવાની છે કારણ કે રાજ્યમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂકની સમયમર્યાદા 30 ઓક્ટોબરે પૂરી થઈ ગઈ છે અને જ્ઞાન સહાયકની ભરતી હજુ કરવામાં આવી નથી.     

બાળકોના ભણતર પર પડી શકે છે ગંભીર અસર 

એક તરફ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કરાર આધારીત ભરતી નાબુદ થાય તેવી ઉમેદવારો માગ કરી રહ્યા છે. તો બીજી તરફ પ્રવાસી શિક્ષકોની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. હવે એવી પરસ્થિતિનું નિર્માણ થશે કે બાળકોને શાળામાં ભણાવવા માટે ન તો જ્ઞાન સહાયક હશે ન તો પ્રવાસી શિક્ષક! કારણ કે રાજ્યમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂકની સમયમર્યાદા 30 ઓક્ટોબરે પૂરી થઈ ગઈ છે, એટલે 10,500 પ્રવાસી શિક્ષકો હવે નોકરી વગરના થઈ ગયા છે. બીજી બાજુ હજુ સુધી જ્ઞાન સહાયકોની સરકારે ભરતી કરી નથી. 


સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરવાનું ભૂલી ગઈ?

ભરતી ન થવાને કારણે તેમજ સમય મર્યાદા પૂર્ણ થઈ જવાને કારણે 1 નવેમ્બરથી રાજ્યમાં ધો.9થી12માં 10,500 શિક્ષકોની ઘટ ઊભી થશે. રાજ્યના તત્કાલીન શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના કાર્યકાળમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરાઈ હતી, જેનો હેતુ એ હતો કે, કાયમી શિક્ષકોની ભરતી થાય નહીં ત્યાં સુધી શિક્ષકોની ખાલી જગ્યાને ભરવી. શિક્ષકોના અભાવે બાળકોના ભણવા પર કોઈ અસર ન પડે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરંભે પડે નહીં અને પ્રવાસી શિક્ષકો ખાલી પડેલી શિક્ષકોની જગ્યા ૫૨ નોકરી કરી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકે.


પ્રવાસી શિક્ષકોની સમયમર્યાદા 30 ઓક્ટોબરે થઈ પૂર્ણ

જે યોજના શરૂ કરવામાં આવી હતી તે ટેમ્પરરી બેઝ પર હતી. કાયમી ભરતી કરવામાં આવશે તેવી સરકારે વાત કરી હતી. પણ પછી સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરવાનુ જ ભૂલી ગઈ. આ વ્યવસ્થા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર પ્રવાસી શિક્ષકોની જગ્યાએ જ્ઞાન સહાયક તરીકે ઉમેદવારોની નિમણૂક આપી ખાલી જગ્યાને કારણે શિક્ષણ કથળે નહીં ધે તેવી નવી વ્યવસ્થા લાવ્યા. તો પણ સ્થિતિ ત્યાંની ત્યાં છે. પ્રવાસી શિક્ષકોની સમય મર્યાદા 30 ઓક્ટોબરે પૂરી થઈ ગઈ છે, પણ જ્ઞાન સહાયકો હજુ હાજર થયા નથી. 

જ્ઞાન સહાયકો શાળામાં નથી થયા હાજર 

પ્રવાસી શિક્ષકોની સમય મર્યાદા પૂર્ણ થતા એક સાથે 10,500ની ઘટ ઊભી થઈ છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ એ વર્ષ અને અભ્યાસ બધુ બગડે તેવી સ્તિથિ છે. જોકે એક અહેવાલ મુજબ 90થી 95 ટકા જ્ઞાન સહાયકોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે અને તેમને હાજ૨ થવાનું કહી દેવામાં આવ્યું છે. હવે આમાં કેટલું તથ્ય છે એ અમને નથી ખબર કારણ કે છેલ્લા કેટલાઈ સમયથી TET-TAT પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે અને જ્ઞાન સહાયકના ફોર્મ ન ભરવાની વાત કરી રહ્યા છે. હવે જો જ્ઞાન સહાયક અને પ્રવાસી શિક્ષકો બંને નથી તો બાળકોને ભણાવશે કોણ?


પ્રવાસી શિક્ષકોને નથી ચૂકવવામાં આવ્યો આટલા મહિનાથી પગાર!

વાત અહીંયા પૂર્ણ નથી થતી. 10 હજાર પ્રવાસી શિક્ષકોને 8 મહિનાથી પગાર નથી મળ્યો. દાહોદ જિલ્લાનાં 270 પ્રવાસી શિક્ષકોનો તો 11 મહિનાથી પગાર નથી થયો. પ્રવાસી શિક્ષકનો કાર્યકાળ પૂર્ણ થતાં 6 મહિના માટે તેમનો કાર્યકાળ લંબાવ્યો હતો. કાર્યકાળ લંબાવાયો પરંતુ 8 મહિનાથી પગાર જ કરવામાં આવ્યો નથી. આ મુદ્દે રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરતા ગુજરાત કોંગ્રેસ નેતા મનીષ દોશીએ કહ્યું કે રાજ્યના 10 હજાર પ્રવાસી શિક્ષકોની દિવાળી સરકાર ના બગાડે. મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને અને તાત્કાલિક પ્રવાસી શિક્ષકોને નાણાં ચૂકવવા માંગણી કરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?