ઝઘડિયા બેઠક પર થશે પિતા-પુત્ર વચ્ચે ઘમાસાણ, કયા પક્ષથી છોટુ વસાવા ભરશે ઉમેદવારી ફોર્મ તે સસ્પેન્સ યથાવત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-13 13:32:27

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ રોજે નવા નવા સમાચારો સામે આવી રહ્યા છે. ચૂંટણીને લઈ લગભગ દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. પરંતુ ઝઘડિયાના રાજકારણમાં છોટુ વસાવાની એક પોસ્ટથી એકાએક ગરમાવો આવ્યો છે. છોટુ વસાવાએ એવી પોસ્ટ કરી કે તે આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. પરંતુ તે કયા પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવશે તે અંગે ટ્વિટમાં ખુલાસો કરવામાં નથી આવ્યો. હાલ આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. 

No description available.

કોના ચિન્હ સાથે ઉતરશે ચૂંટણી મેદાનમાં તે અસ્પષ્ટ 

ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટીએ કોણ ક્યાંથી લડશે તે અંગેની જાહેરાત કરી દીધી છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે.ચૂંટણીના માહોલ વચ્ચે ઝઘડિયા બેઠક ચર્ચામાં આવી છે. કારણ કે છોટુ વસાવાની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં તેઓ કાલે ઝઘડિયા માટે ઉમેદવારી નોંધાવાના છે તેવું લખવામાં આવ્યું છે. પરંતુ કઈ પાર્ટી તરફથી તે ચૂંટણી લડવાના છે તેનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. 

પુત્રએ કાપ્યું પિતાનું પત્તુ ! છોટુ વસાવાની બેઠક પરથી મહેશ વસાવા લડશે  ચૂંટણી - Hum-Dekhenge


પિતા-પુત્ર વચ્ચે થશે કાંટાની ટક્કર

જો છોટુ વસાવા ઝઘડિયા માટે પોતાની દાવેદારી નોંધાવશે તો આ બેઠક પર પિતા-પુત્ર વચ્ચે ચૂંટણી જંગ જામશે કારણ કે બીટીપી પાર્ટીના અધ્યક્ષ અને છોટુ વસાવાના પુત્રએ પોતાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધો છે. મહેશ વસાવાએ તેમના પિતા છોટુવસાવાને બદલે પોતાનું નામ જાહેર કરી દેતા પિતા સામે મોરચો માંડી દીધો છે. ત્યારે છોટુ વસાવાની આ પોસ્ટને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. છોટુ વસાવાની પોસ્ટમાં એવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે તેઓ કઈ પાર્ટીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે તે સ્પષ્ટ નથી કર્યું.    



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...