લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં થશે મોટા ફેરફાર! જાણો કયા દિગ્ગજ નેતાના પુત્રએ કરી સી.આર.પાટીલ સાથે મુલાકાત કે બની ગઈ ન્યુઝ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-07 13:52:51

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણીને લઈ સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના પુત્રએ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી છે. ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર સી.આર.પાટીલ સાથેના મુલાકાતની તસવીરો શેર કરી હતી. ત્યારે બંને નેતાઓ વચ્ચે થયેલી મુલાકાત રાજકીય જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 


ફૈઝલ પટેલે કરી હતી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત! 

ચૂંટણી નજીક આવતા નેતાઓ એક બીજા સાથે મુલાકાત કરતા હોય છે. પાર્ટીમાં ભરતી મેળો ચાલતો હોય છે. અનેક નેતાઓ પાર્ટીને છોડે છે તો અનેક નેતાઓ પાર્ટીને જોઈન કરતા હોય છે. ત્યારે આજે અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે સી.આર પાટીલ સાથે મુલાકાત કરી છે. તેમની આ મુલાકાત અંગે ચર્ચા થઈ રહી છે. મહત્વનું છે કે ફૈઝલ પટેલે વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો હતો.


સી.આર.પાટીલ સાથે કરી ફૈઝલ પટેલે કરી બેઠક!

ચૂંટણી નજીક આવતા ભાજપ એક્ટિવ મોડમાં દેખાતી હોય છે. રાજકીય સમીકરણો ચૂંટણી નજીક આવતા બદલાઈ જતા હોય છે. લોકસભા ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે. ત્યારે ત્રીજી વખત ભાજપ કેન્દ્રમાં આવે તે માટે રણનીતિ બનાવવામાં આવી રહી છે. તે સિવાય સંગઠનને મજબૂત કરવા પર પણ ભાજપ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ચૂંટણીને લઈ રણનીતિ ઘડવામાં આવી રહી છે તે બધા વચ્ચે કોંગ્રેસના ચાણક્ય તરીકે જાણીતા સ્વ. અહમદ પટેલના પુત્રએ સી. આર પાટીલ સાથે મુલાકાત કરી છે. જેને કારણે રાજકારણ ગરમાયું છે.           




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...