Franceમાં Prime Minister માટેની ચૂંટણીઓ માટે ત્રિશંકુ પરિણામો આવ્યા! ફ્રાન્સના ચૂંટણી પરિણામોથી જમણેરી રાજકારણનો પ્રભાવ વધ્યો?


  • Published By :
  • Published Date : 2024-07-09 18:50:28

યુરોપના બીજા સૌથી મોટા અર્થતંત્ર એટલે કે ફ્રાન્સમાં આ વખતે ઓલ્મપિક ગેમનું આયોજન થવાનું છે.. ત્યારે ત્યાંના રાષ્ટ્રપતિ ઇમાનુયલ મેકરોને ખુબ વહેલા વડાપ્રધાન પદ માટે ઇલેકશન કરાવડાવ્યા, પરિણામ આવ્યા ફ્રાન્સની નેશનલ એસેમ્બલીમાં કુલ ૫૭૭ બેઠકો છે જેમાંથી Immanual મેક્રોનની પાર્ટી ENSEMBLEને ૧૬૧ , કે જે સેન્ટ્રિસ્ટ પાર્ટી છે, ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ ડાબેરી પાર્ટીઓનું ગઠબંધન છે તેમને ૧૮૮ સીટ મળી.. જ્યારે જમણેરી રાષ્ટ્રવાદી પાર્ટી નેશનલ રેલી અલીયન્સને ૧૪૨ બેઠકો પ્રાપ્ત થઈ છે .એટલે કે કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી મળ્યો. ત્યાંના સિસ્ટમ વિશે વાત કરીએ..    

કાર્યકાળની વાત કરીએ તો.. 

ફ્રાન્સનું લોકતત્ર એ ફિફ્થ રિપબ્લિક કહેવાય છે ત્યાં Semi Presidential સિસ્ટમ છે. જેની સ્થાપના ૧૯૫૮માં થઈ. ફ્રેન્ચ બંધારણમાં અત્યાર સુધીમાં ૧૭ વખત સુધારા કરવામાં આવ્યા છે. ફ્રાન્સમાં એક મજબૂત રાષ્ટ્રપતિ હોય છે, જેમનો ફિક્સડ પાંચ વર્ષનો કાર્યકાલ હોય છે ,તેમની પાસે ખુબ જ સત્તાઓ હોય છે . આ રાષ્ટ્રપતિ પોપ્યુલર વોટ એટલેકે લોકોના સીધા મતથી ચૂંટાય છે. ઉપરાંત તે વિદેશનીતિ અને રક્ષા સબંધિત બધાજ નિર્ણયો લઈ શકે છે . વર્ષ 2000 સુધીમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ ૭ વર્ષનો હતો . આની વિરુદ્ધમાં ફ્રાન્સના વડાપ્રધાનએ બધી જ ડોમેસ્ટિક એટલે કે, દેશના આંતરિક નિર્ણયો માટે જવાબદાર છે. તમામ કેબિનેટ મિનિસ્ટર્સની વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ દ્વારા નિમણુંક થાય છે. 



બે રાઉન્ડમાં થાય છે ઈલેક્શન જો..    

હવે ફ્રાન્સમાં COHABITATIONની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, જેમ કે રાષ્ટ્રપતિ અલગ પાર્ટીના હોય અને વડાપ્રધાન અલગ પાર્ટીના હોય. આ કારણે ફ્રાન્સમાં પણ પોલિસી પેરાલીસીસ જોવા મળે છે. ફ્રાન્સમાં વડાપ્રધાનના ઇલેકશન બે રાઉન્ડમાં થાય છે, પ્રથમ રાઉન્ડમાં જો કોઈ ઉમેદવારને અબ્સોલ્યૂટ મેજોરીટી એટલેકે ૫૧ ટકા વોટ ના મળે તો બીજા રાઉન્ડના એલેકશન્સ થાય છે , આ runoff રાઉન્ડ કહેવાય છે.  પહેલા રાઉન્ડના પરિણામ આવ્યા marine લે પેન કે જે FAR RIGHT national રેલી પાર્ટીના મુખ્યા છે , તેઓ આગળ હતા . હવે બીજા રાઉન્ડ પછી ડાબેરી NEW POPULAR ફ્રન્ટ આગળ નીકળી ગયું . 



ત્રિશંકુ પરિણામ આવ્યા છે.. 

જ્યારે ઇમ્માનુંઅલ મેક્રોનની પાર્ટી ENSEMBLE બીજા નંબર પર છે . ટૂંકમાં ત્રિશંકુ પરિણામો આવ્યા છે . ત્રણેય પાર્ટીઓ પૂર્ણ બહુમતનો આંકડો ૨૮૯ ને ટચ કરવામાં નિષ્ફળ રહી છે . રાષ્ટ્રપતિ ઇમ્માનુંઅલ મેકરોને વડાપ્રધાન ગેબ્રિયલ અટ્ટાલનું રાજીનામુ સ્વીકારવાની ના પાડી દીધી છે અને પદ પર બની રહેવાનો આદેશ આપ્યો છે . જેવા જ આ ત્રિશંકુ પરિણામો આવ્યા કે , જમણેરી એટલેકે RIGHT વિંગની પાર્ટીના સમર્થકોએ તોફાનો ચાલુ કરી દીધા છે.


આ પાર્ટીથી ફેન્ચ રાષ્ટ્રપતિને જોખમ.. 

ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમ્માનુંઅલ મેંક્રોનને સૌથી મોટું જોખમ આ જમણેરી વિચાર ધારા ધરાવતી પાર્ટી નેશનલ રેલી પાર્ટીથી છે કેમ કે તેઓ મેક્રોનના ઘણાબધા સુધારા પાછા ઠેલી શકે છે , પબ્લિક સ્પેન્ડિંગમાં ખુબ રૂપિયા ખરચવા માંગે છે , સાથેજ ઇઝરાયેલની વિરુદ્ધમાં ટફ સ્ટેન્ડ લઈ શકે છે . પણ સર્વ સેહમતી વગર દેશમાં હાલમાં તો વડાપ્રધાન બનાવવા કોઈ પણ પાર્ટી માટે ખુબ જ મુશ્કેલ છે .



ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.