પાકિસ્તાનના અનેક શહેરોમાં છવાયો અંધારપટ, પાવર ટ્રાન્સમિશન લાઈન ફેલ થતા વિજળી ગૂલ થઈ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-23 11:32:13

પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જાય છે. પાકિસ્તાનના લોકો ભૂખમરો અને મોંઘવારી સહન કરવા મજબૂર બન્યા છે. આર્થિક પરિસ્થિતિ કથળી રહી છે. આ બધા વચ્ચે પાકિસ્તાન પર વધુ એક સંકટ તોડાઈ રહ્યું છે. પાકિસ્તાનમાં વીજળીની સમસ્યા ઉભી થઈ ગઈ છે. હાઈટેન્શન ટ્રાંસમિશન લાઈન ખરાબ થઈ જવાને કારણે દેશના અનેક વિસ્તારોમાં પાવર કટ થઈ ગયો છે.     


અનેક મોટા શહેરોમાં છવાયો અંધારપટ

એક તરફ પાકિસ્તાનમાં જ્યાં લોકો લોટ માટે પડાપડી કરી રહ્યા છે મોંઘવારી પોતાની ચરમ સીમાએ પહોંચી છે. મોંઘવારીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. આર્થિક સંકટ અને મોંઘવારીના સંકટથી બહાર નથી આવ્યો ત્યારે વધુ એક સંકટે પાકિસ્તાનને ઘેરી લીધું છે. પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ થઈ ગઈ છે જેને કારણે પાકિસ્તાનના ઈસ્લામાબાદ, લાહોર અને કરાચી જેવા માટો શહેરોમાં અંધારપટ છવાઈ ગયો છે.  


મેટ્રો ટ્રેન સુવિધા થઈ પ્રભાવિત 

અંધારપટને લઈને પાકિસ્તાનના ઉર્જામંત્રાલય તરફથી એક નિવેદન સામે આવ્યું જેમાં કહેવામાં આવ્યું છે કે સોમવાર સવારે લગભગ સાત વાગે પાકિસ્તાનના નેશનલ ગ્રિડ સિસ્ટમ ફ્રિક્વંસી ફેલ થઈ ગઈ છે. સિસ્ટમ ફેલ થઈ જવાને કારણે દેશભરની પાવર સિસ્ટમ પર અસર થઈ છે અને પાવર કટ થઈ ગયો છે. વીજળી ન હોવાને કારણે મેટ્રો ટ્રેનને પણ અસર પહોંચી છે. જેને કારણે મેટ્રોમાં સફર કરનાર લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?