મણિપુર મુદ્દે સંસદમાં થયો હોબાળો, સ્મૃતિ ઈરાનીએ સંસદમાં ઉઠાવ્યા એવા મુદ્દા જેને સાંભળી તમે કહેશો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-27 10:40:10

મણિપુરમાં ચાલી રહેલી હિંસાની આગ સંસદ સુધી પહોંચી છે. જ્યારે જ્યારે સંસદમાં મણિપુરની ચર્ચા ઉઠે છે ત્યારે ત્યારે હોબાળો થાય છે અને સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે છે. પીએમ મોદી મણિપુરમાં થઈ રહેલી હિંસાને લઈ કોઈ એક્શન લે, કોઈ પ્રતિક્રિયા આપે તે માટે વિપક્ષ માગ કરી રહ્યું છે. મહિલાઓનો જે વીડિયો વાયરલ થયો હતો તે અંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ અધિકારી એટલે કે સ્મૃતિ ઈરાની કોઈ પ્રતિક્રિયા આપે તે માટે માગ ઉઠી હતી. ત્યારે ગઈકાલે સ્મૃતિ ઈરાનીએ સંસદમાં મણિપુરને લઈ નિવદેન આપ્યું છે. પરંતુ તેમના નિવેદનમાં મણિપુરમાં થઈ રહેલી હિંસાની ચર્ચા ઓછી પરંતુ રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યો પર વધારે તેમનું ફોકસ હતું. 

સ્મૃતિ ઈરાનીએ વિપક્ષને લીધું આડેહાથ  

સંસદમાં મણિપુરના મુદ્દા પર રોજ હોબાળો થાય છે. ગઈકાલે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સંસદમાં જબરદસ્ત ભડક્યા હતા. પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના સાંસદ અમી યાજ્ઞિકે સ્મૃતિ ઈરાનીને પૂછ્યું કે તે અને તેમના કેબિનેટ સાથી મણિપુરના મુદ્દા પર ક્યારે બોલશે? જવાબ આપવાની બદલીમાં કેન્દ્રીય મંત્રી ગુસ્સે થઈ ગયા અને તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ મણિપુર હિંસાના તથ્યો છુપાવી રહી છે. અને રાહુલ ગાંધીએ મણિપુરમાં આગ લાગાવી છે. એટલું જ નહીં સ્મૃતિ ઈરાની આ મુદ્દે ગુસ્સે થયા અને વિપક્ષને જ સવાલ કરવા લાગ્યા કે તમારામાં છત્તીસગઢ પર ચર્ચા કરવાની હિંમત ક્યારે થશે? બિહારમાં શું થઈ રહ્યું છે તેની ચર્ચા કરવાની હિંમત ક્યારે થશે? કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મહિલાઓ પર કેવી રીતે બળાત્કાર થાય છે તે કહેવાની હિંમત ક્યારે થશે?  


રાજનીતિથી પર થઈ  નેતાઓએ વિચારવું પડશે

એટલું  જ નહીં નાણાંમંત્રી નિર્મલા સિતારમણ પણ એક શબ્દને લઈને ભડક્યા હતા. વિપક્ષએ ધોકેબાજ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને તેના પર મંત્રી ભડક્યા અને વિપક્ષને આડે હાથ લીધા હતા. મહત્વનું છે કે કેન્દ્રીય નેતાઓએ ન ભૂલવું જોઈએ કે  કેન્દ્રમાં તેમની સરકાર છે. કયા રાજ્યમાં કઈ સરકાર છે તે ભૂલીને સત્તા પક્ષ ક્યારે ઉપર ઉઠશે? હિંસામાં જે મરી રહ્યા છે તે દેશના નાગરિકો છે એવું યાદ રાખવું જોઈએ.  



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..