દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ કરતા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે થઈ ઝપાઝપી! ઘર્ષણ દરમિયાન કુસ્તીબાજો થયા ઈજાગસ્ત! વાંચો લેટેસ્ટ અપડેટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-04 10:28:51

છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. WFIના અધ્યક્ષ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ છે. શાંતિથી હજી સુધી કુસ્તીબાજો ધરણા કરી રહ્યા હતા પરંતુ બુધવાર રાત્રે કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઝપાઝપીમાં અનેક કુ્સ્તીબાજો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર પોલીસે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો પર લાઠીચાર્જ પણ કર્યો હતો અને આ દરમિયાન રેસલર વિનેશ ફોગાટના ભાઈને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ છે. અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે થયું ઘર્ષણ!

દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે WFIના અધ્યક્ષ વિરૂદ્ધ  ધરણા કરી રહ્યા છે. બ્રિજભૂષણ ચરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ છે. પરંતુ હજી સુધી અધ્યક્ષ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જેને લઈ કુસ્તીબાજોએ ધરણા યથાવત રાખ્યા છે. ત્યારે બુધવાર રાત્રે કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. કુસ્તીબાજોનો આરોપ છે કે નશામાં ધૂત પોલીસકર્મીએ તેમની સાથે મારપીટ કરી હતી ઉપરાંત ખરાબ વ્યવહાર પણ કર્યો હતો. તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી બેડ સાથે ધરણા સ્થળ પર પહોંચ્યા હતા તે બાદ વિવાદ શરૂ થયો હતો. જ્યારે નેતાને રોકવામાં આવ્યા તે સમયે વિવાદ શરૂ થયો. મળતી માહિતી અનુસાર પોલીસે સોમનાથ ભારતી સહિત અનેક લોકોને કસ્ટડીમાં લીધા છે.

    

પી.ટી ઉષાને કરવો પડ્યો હતો વિરોધનો સામનો!

આ હોબાળા દરમિયાન અનેક કુસ્તીબાજોને ઈજા પહોંચી હતી. વિનેશ ફોગાટના ભાઈને માથાના ભાગ પર ઈજા પહોંચી હતી અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  કુસ્તીબાજોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જે દરમિયાન વિનેશ ફોગાટ અને સાક્ષી રડવા લાગ્યા. તે ઉપરાંત બજરંગ પૂનિયાએ પોતાના મેડલ ભારત સરકારને સોંપવાની વાત કરી હતી. મળતી માહિતી અનુસાર કુસ્તીબાજોએ પોલીસ પ્રોટેક્શન પણ પાછું આપી દીધું છે. તે ઉપરાંત જ્યારે પહેલવાનોના સમર્થનમાં વિદ્યાર્થીઓ આવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મહત્વનું છે કે જ્યારે પી.ટી ઉષા કુસ્તીબાજોને મળવા પહોંચ્યા હતા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ કુસ્તીબાજોને મળવા પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલ આવ્યા હતા. ત્યારે જોવું રહ્યું કે આ લડાઈનો શું અંત આવે છે?      



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..