Tunnelમાંથી બહાર આવતા સાથે છવાયો ખુશીનો માહોલ, પરિવારે મીઠાઈ વહેંચી તો NDRFની ટીમે પણ કરી ઉજવણી, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-29 11:30:25

આપણે તો દિવાળી મનાવી દીધી પરંતુ તે પરિવારના સભ્યો હવે દિવાળી મનાવી રહ્યા છે જેમના પરિવારના સભ્યો ઉત્તરકાશીના ટનલમાં ફસાયા હતા. દિવાળી પહેલા ઉત્તરકાશીમાં ટનલ તૂટવાની એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 41 શ્રમિકોના જીવ જોખમમાં મૂકાયા હતા. 17 દિવસથી તે શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે અથાગ પરિશ્રમ કરવામાં આવ્યો. ગઈકાલે ટનલમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. જેમના પરિવારના સભ્યો પાછા આવ્યા છે તેમના ચહેરા પર ખુશી હતી પરંતુ તે સિવાય પણ અનેકના ચહેરા પર ખુશી છલકાઈ હતી. અલગ અલગ જગ્યાઓથી આવેલા શ્રમિકો તે ટનલની અંદર ફસાયા હતા. ત્યારે હમણાં તે સ્થળ પર દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 

ક્યાંક મીઠાઈ વહેંચાઈ તો ક્યાંક ફટાકડા ફોડાયા! 

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા શ્રમિકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ ગઈકાલે કરવામાં આવ્યું. એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે કોઈ પણ ક્ષણે શ્રમિકો ટનલની બહાર આવી શકે છે. દરેકની નજર ત્યાં હતી એ દ્રશ્યોને જોવા જ્યારે તે શ્રમિકો ત્યાં આવે. ભાવુક કરી દે તેવી પ્રતિક્રિયાઓ પણ સામે આવી. પરિવારના સભ્યોની આંખોમાં હરખના આંસુ હતા કે તેમના પરિવારનો  સભ્ય પાછો આવ્યો. જે પરિવારના શ્રમિકો ફસાયા હતા ત્યાં આસપાસ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. ક્યાંક ફટાકડા ફોડવામાં આવ્યા તો ક્યાંક દીવા પ્રજવલિત કરવામાં આવ્યા. 


એનડીઆરએફની ટીમે કર્યું સેલિબ્રેશન 

મહત્વનું છે કે આખા ઘટનાક્રમ દરમિયાન આપણે કદાચ એ લોકોને એ ટીમને ભૂલી ગયા છે આ કાર્યને પૂર્ણ કરવા માટે તડામાર મહેનત કરી રહ્યા હતા. એનડીઆરએફની ટીમ , સેનાના જવાનો સહિત અલગ અલગ ટીમો ત્યાં હાજર હતી જે આ ઓપરેશનને સફળ બનાવવામાં મદદરૂપ બન્યા છે. તે લોકોને પણ આપણે શુભકામના આપીએ જેમણે દિવસ રાત મહેનત કરીને શ્રમિકોને બહાર કાઢ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ એનડીઆરએફની ટીમ સાથે પણ વાત કરી હતી. જ્યારે આ ઓપરેશન પૂર્ણ થયું તે બાદ એનડીઆરએફની ટીમે સેલિબ્રેટ પણ કર્યું હતું.

  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?