થોડા દિવસ પહેલા ટ્વિટરે ફરી પોતાનો લોગો બદલી દીધો હતો. બ્લ્યુ કલરમાં મૂકેલી ચકલીની બદલીમાં ડોગીનો લોગો મૂકવામાં આવ્યો હતો. ડોગીના લોગોને જોઈ યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ટ્વિટરના લોગોને ડોગીકોઈનથી બદલી દેવામાં આવ્યું હતું. લોકોને લાગ્યું હતું કે માત્ર થોડા સમયમાં જ લોગોને બદલી દેવાશે.પરંતુ લગભગ 3 દિવસ બાદ ટ્વિટરે લોગોને ફરી બદલી દીધો છે. મહત્વનું છે કે ડોગીકોઈન લોગો માત્ર વેબ વર્ઝનમાં જ દેખાતો હતો.
ટ્વિટરે ફરી એક લોગોમાં મૂકી ચકલી!
એલોન મસ્ક જ્યારથી ટ્વિટરના નવા સીઈઓ બન્યા છે ત્યારથી ટ્વિટરમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. અવાર-નવાર ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા એલોન મસ્કે ટ્વિટરના લોગોને બદલી દીધો હતો. ચકલીની બદલીમાં ડોગીનો લોગો મૂકી દેવામાં આવ્યો હતો. ટ્વિટરના ચકલી વાળા લોગોને ડોગીકોઈન સાથે બદલી દેવામાં આવ્યું હતું. લોગો બદલાતા યુઝર્સને આશ્ચર્ય થયું હતું. યુઝર્સને એવું લાગતું હતું કે થોડા સમયમાં જ લોગો ફરી બદલી લેવાશે પરંતુ લોગો બદલવામાં આવ્યો ન હતો. બદલાયેલો લોગો માત્ર વેબ વર્ઝનમાં દેખાતો હતો.
લોગો બદલ્યા બાદ એલોન મસ્કે કર્યું હતું ટ્વિટ
ફરી એક વખત ટ્વિટરનો લોગો બદલી જૂનો મૂકી દેવામાં આવ્યો છે. લોગોમાં ચકલી ફરી એક વખત આવી ગઈ છે. વાસ્તવમાં ટ્વિટર બર્ડ લોગોને ડોગકોઈનમાં બદલ્યા પછી મસ્કે એક ટ્વિટ કરી હતી. એક સ્ક્રીનશોર્ટ પણ શેર કર્યો હતો. જેમાં એક યુઝરે લખ્યું હતું કે મસ્કે ટ્વિટર ખરીદવું જોઈએ અને લોગો બદલીને ડોગ કરવો જોઈએ. સ્કીનશોર્ટ શેર કરતા તેમણે કહ્યું કે વાયદા મુજબ કરી બતાવ્યું.