ઈરાનની ફ્લાઇટમાં બોમ્બ મળ્યા બાદ અત્યારે હંગામો મચી ગયો છે. આ વિમાન ભારતના હવાઈ ક્ષેત્રમાં હતું. ભારતએ આ પ્લેનને દિલ્હીમાં લેન્ડ થવા દીધું નહીં. આ ઘટના બાદ ભારતીય વાયુ સેન પણ એલર્ટ થઈ ગઈ છે. વાયુસેનાએ પંજાબ અને જોધપુર એરબેઝથી આ ફ્લાઈટ પાછળ બે સુખોઈ એરક્રાફ્ટ મૂક્યા હતા. આ ઘટનાને પગલે દેશનાં તમામ એરપોર્ટને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યાં છે.
વિમાન ઈરાનથી ચીનના ગ્વાંગઝુ જઈ રહ્યું હતું. બોમ્બની માહિતી પર દિલ્હી એરપોર્ટ એટીસીનો સંપર્ક કર્યો હતો. દિલ્હી એટીસીએ વિમાનને જયપુર લેન્ડ કરવા કહ્યું હતું પરંતુ એરક્રાફ્ટના પાઇલટએ ના કહી હતી અને ભારતીય હવાઈ ક્ષેત્ર છોડી દીધું હતું. જોકે વિમાન ચીન તરફ આગળ જઈ રહ્યું છે.
A Timeline: IAF jets scrambled after 'bomb threat' onboard China-bound Iranian passenger jet over India
— ANI Digital (@ani_digital) October 3, 2022
Read @ANI Story | https://t.co/LBsmjiTTEW#IAF #BombThreat #China #Iran #MahanAir #IndianAirforce #BombonPlane pic.twitter.com/vwKpQ3LMfF