ભાજપે ગુજરાતમાં ઐતિહાસિત જીત હાંસલ કરી છે. જીત હાંસલ થયા બાદ સંગઠનમાં મોટા પાયે ફેરફાર થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. બોટાદ, મહેસાણા, ભાવનગર જિલ્લા તેમજ ભાવનગર શહેર ભાજપ પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. સી.આર.પાટીલે તમામના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. વિધાનસભાની ચૂંટણીમાં બોટાદ જિલ્લામાં હાર થવાના કારણથી જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે તો બીજી તરફ ભાવનગરમાં આંતરિક જૂથ વિવાદ સામે આવતી ફરિયાદોના કારણે ભાવનગર શહેર તેમજ જિલ્લા પ્રમુખે રાજીનામું આપી દીધું છે.
સંગઠનમાં થઈ શકે છે મોટા પાયે ફેરફાર
આ વખતે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 સીટ પોતાના કબજે કરી છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ સંગઠનમાં ફેરફાર થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. અનેક શહેરના તેમજ જિલ્લા પ્રમુખ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને તેમના રાજીનામાનો સ્વીકાર સી.આર.પાટીલે કર્યો છે. ત્યારે મહેસાણા, બોટાદ અને ભાવનગર જિલ્લાના પ્રમુખ સહિત ભાવનગર શહેરના પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાનો સ્વીકાર કરાતા સમિતિનું વિસર્જન કરાયું છે.
આ પહેલા વડોદરા અને ખેડા જિલ્લા પ્રમુખે આપ્યું છે રાજીનામું
બોટાદ જિલ્લામાં હાર થવાના કારણથી જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે તો બીજી તરફ ભાવનગરમાં આંતરિક જૂથ વિવાદ સામે આવતી ફરિયાદોના કારણે ભાવનગર શહેર તેમજ જિલ્લા પ્રમુખે રાજીનામું આપી દીધું છે. થોડા દિવસ પહેલા વડોદરા જિલ્લા તેમજ ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખે પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. સી.આર.પાટીલે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. અને થોડા કલાકોમાં જ નવા પક્ષ પ્રમુખોની નિમણૂંક કરી દીધી હતી.