લોકસભા ચૂંટણીને લઈ મોટી અપડેટ સામે આવી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બે બેઠકો માટે ગઠબંધન કરવામાં આવ્યું હતું ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે બાકી અનેક બેઠકો માટે પણ બંને પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ શકે છે. મળતી માહિતી અનુસાર સુરત, દાહોદ તેમજ જૂનાગઢ બેઠક માટે બંને પાર્ટી વચ્ચે ગઠબંધન થવાની શક્યતા છે. મહત્વનું છે કે ભરૂચ તેમજ ભાવનગર લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. આગામી બે દિવસો દરમિયાાન આ અંગેની ચર્ચા થઈ શકે છે. ઉપરાંત એવા પણ સમાચાર આવ્યા છે કે પેટા ચૂંટણી માટે પણ બંને પક્ષ વચ્ચે ગઠબંધન થઈ શકે છે.
આ બેઠકો માટે થઈ શકે છે બંને પાર્ટી વચ્ચે ગઠબંધન!
કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું છે. 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારવાની છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતારી દીધા છે. ભરૂચ તેમજ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક પર ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. 24 બેઠકોમાંથી કોંગ્રેસે 7 બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરી દીધા હતા પરંતુ એક ઉમેદવારે પોતાની ઉમેદવારી અંગત કારણોસર પરત ખેંચી છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે બાકીની અનેક બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. હમણાં માત્ર આ અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. સુરત, દાહોદ તેમજ જૂનાગઢ બેઠક માટે ગઠબંધન થઈ શકે છે.