વાવની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસમાં જબરદસ્ત ઉત્સાહ છે, ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેનનો ધૂંઆધાર પ્રચાર


  • Published By :
  • Published Date : 2024-11-04 16:32:43

વાવની વિધાનસભાની ચૂંટણી જાણે આખા રાજ્યમાં હોય તેમ છવાયેલી છે.. હવે વટનો સવાલ બની છે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ માટે પણ... ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે... 13 તારીખે મતદાન થવાનું છે. 23 તારીખે રિઝલ્ટ આવવાનું છે.. કોંગ્રેસ સહિતના તમામ અપક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે.... જીતનો વિશ્વાસ સૌ કોઈને છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત ધનાધન એક પછી એક ગામમાં પ્રચાર કરી રહ્યાં છે... ગેનીબેનની સાથે રહીને આ પ્રચાર કેટલો રંગ લાવે છે એ સમય બતાવશે પણ મોટુ નિવેદન આપ્યું છે કે આ ચૂંટણીમાં ભાજપ ક્યાંય છે જ નહીં....

કોંગ્રેસના ઉમેદવારે શું આપ્યું નિવેદન? 

કોંગ્રેસના ઉમેદવાર વાવના માડકા ગામમાં ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ગયા હતા.. અને મોટુ નિવેદન આપતા કહ્યું કે, હાલની તારીખમાં આ વાવની ચૂંટણી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે.. ભાજપ ક્યાંય હરિફાઈમાં છે જ નહીં... બીજુ બાજુ ભાજપે પણ પોતાના પક્ષે મોરચો ઉતાર્યો છે વાવની જનતાને પોતાની સમક્ષ કરવા માટે.... વાવ વિધાનસભા ચૂંટણીના કોંગ્રેસ ના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે, આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે જે નુકસાન થાય છે તેનો પ્રશ્ન હોય આવા પ્રશ્નોના જ્યાં પણ રજૂઆત કરવાની હોય ત્યાં રજૂઆત કરીશું અ ને નિરાકરણ પણ લાવસુ જેની ખાતરી આપું છું. 



ભારતીય જનતા પાર્ટી માટે શું કહ્યું?

વધુમાં તેમણે કહ્યું કે આ ચૂંટણી હાલની તારીખમાં હોય તો કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે. ભાજપ હાલની હરિફાઈમાં કે ચિત્રમાં નથી. કોઈ ભાજપમાં વિચારતું હોય તો મહેરબાની કરીને વિનંતી કરું છું ચૂંટણીની હરીફાઈ બે પક્ષની જ રહેવાની છે. એક કોંગ્રેસની રહેવાની છે અને બીજી અપક્ષની રહેવાની છે. ભાજપ હરીફાઈમાં બે તાલુકામાં ક્યાંય છે જ નહીં. તમે બધા તમારા ગામડાઓમાં પણ દેખતા હશો આપ સૌને વિનંતી કરું છું કે તમારો કિંમતી વોટ ક્યાંય વેચાય ન જાય એવું બધું ગામમાં કહેજો અને 13 તારીખે કોઈપણ કામ હોય એક દિવસ મારા માટે મહેનત કરજો એવી વિનંતી કરું છું.



ગેનીબેન ઠાકોરની સીટ ખાલી થતા યોજાવાની છે ચૂંટણી

મહત્વનું છે કે વાવ બેઠક પર પેટા ચૂંટણી થવાની છે... ગેનીબેન ઠાકોર પહેલા વાવના ધારાસભ્ય હતા પરંતુ સાંસદ તરીકે તે ચૂંટાતા વાવ વિધાનસભા બેઠક ચાલી પડી છે જેને કારણે ત્યાં હવે પેટા ચૂંટણી થવાની છે.. કઈ પાર્ટી કોને ઉમેદવાર બનાવશે તેની પર સૌ કોઈની નજર હતી કારણ કે અંતિમ સમય સુધી બંને પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ના હતા.. ભાજપ કરતા પહેલા કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતનું નામ જાહેર કર્યું અને તે બાદ ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજી ઠાકોરના નામની ઘોષણા કરી... બંને પાર્ટી ઉમેદવારના પ્રચારમાં લાગી ગઈ છે ત્યારે જોવાનું રહ્યું કે વાવની જનતા કોના પર પસંદગી ઉતારે છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.... 



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .