Sabarkathaમાં વિકાસના નામે કશું નથી આઝાદી બાદ અહીંયા રોડ જ નથી બન્યો! આ પરિસ્થિતિ અનેક વિસ્તારોની હશે....


  • Published By :
  • Published Date : 2023-11-03 10:55:36

વિકાસની મોટી મોટી વાતો જ્યારે સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારે એવી વાતો કરતા પહેલા તેમણે અંતરિયાળ વિસ્તારથી આવેલા દ્રશ્યોને જોઈ લેવા જોઈએ. ગુજરાતને વિકાસ મોડલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે, વિશ્વભરમાં એવી વાતો કરાય છે કે તેવા ગુણગાન ગવાય છે કે જાણે ગુજરાત અને વિકાસ એકબીજાનો પર્યાય બની ગયા હોય. પરંતુ અનેક વીડિયો તેમજ અનેક કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા હોય છે સરકારને વાસ્તવિક્તા બતાવવા માટે પૂરતા હોય છે. છોટાઉદેપુર તેમજ ડાંગથી તો આવા અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં વિકાસની પોલ ખુલી જતી હોય છે. ત્યારે સાબરકાંઠાથી વીડિયો સામે આવ્યો છે જેમાં બીમાર વૃદ્ધને ઝોળીમાં નાખી સારવાર માટે લઈ જવાય છે.  પોશીના તાલુકાના ગુજરા કરમદી કળી વિસ્તારની ઘટના છે. 

પરિવારને બીમાર વૃદ્ધની સારવાર માટે ઝોળીમાં નાખીને 5 કિમી ચાલવુ પડ્યું

સારા રસ્તા માટે પણ લોકો ઝંખી રહ્યા છે 

એક તરફ આપણે મેટ્રો ટ્રેનની અને બુલેટ ટ્રેનની વાતો કરીએ છીએ. તેના સપના જોઈએ છે તો બીજી તરફ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં અથવા તો ગામડામાં રહેતા લોકો તો સારા રસ્તા માટે ઝંખના કરી રહ્યા છે. આઝાદીના અનેક વર્ષો વીતિ ગયા, દેશ તેમજ રાજ્ય પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે, સરકારની ભાષામાં કહીએ તો બુલેટગતિથી વિકાસ ગુજરાતમાં થઈ રહ્યો છે..! પરંતુ આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગુજરાતના જ અનેક અંતરિયાળ વિસ્તારો એવા છે જે વિકાસ માટે તરસી રહ્યા છે. બુલેટ કે મેટ્રો ટ્રેનની વાત તો દૂર પરંતુ ત્યાં તો હજી સારા રસ્તા પણ નથી પહોંચ્યા. સારા રસ્તા પણ નહીં પરંતુ સામાન્ય રોડ પણ નથી બન્યો. એક તરફ આપણે બુલેટ ટ્રેનની વાતો કરી રહ્યા છીએ જ્યારે આદિવાસી અને છેવાડાના આ લોકો સુધી વિકાસનો વી પણ નથી પહોંચ્યો એ લોકો માટે વિકાસ શું છે તેની કોઈ પરિભાષા જ નથી કારણકે એ લોકો એ વિકાસ જોયો જ નથી.


આઝાદીના આટલા વર્ષો બાદ પણ નથી બદલાઈ પરિસ્થિતિ!

ગુજરાતના અનેક ગામડા એવા છે જ્યાં સામાન્ય અને મેઇન રસ્તા જ નથી.  વીડિયોમાં જે દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે સારા રસ્તા ન હોવાને કારણે વૃદ્ધને ઝોળી કરીને લઈ જવા પડે છે. ન માત્ર વૃદ્ધોને પરંતુ ગર્ભવતી મહિલાને પણ આવી જ પરિસ્થિતિથી અને આવી રીતે લઈ જવામાં આવે છે. આ ઘટનાની કરૂણ વાસ્તવિક્તાતો એ છે કે આઝાદી બાદથી આજ દિન સુધી આ વિસ્તારોમાં રોડ બન્યો નથી. તંત્રનો વિકાસ હજી પોશીના તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પહોંચ્યો નથી. સરકારના આરોગ્ય સેવાઓના દાવાઓ પણ પોકળ સાબિત થયા છે કારણ કે આરોગ્ય સેવા પહોંચાડવા માટે રસ્તા તો હોવા જોઈએને. 


એમ્બ્યુલન્સ ન હોવાને કારણે ગયો વ્યક્તિનો જીવ 

થોડા સમય પહેલા વાંસદાથી પણ એક વીડિયો સામે આવ્યો હતો. એ વીડિયો વાંસદા પાસેના ખાટા આંબા ગામનો હતો. જ્યાં કોઈ રસ્તો જ નથી. વિપુલભાઈ ધનગરે નામના વ્યક્તિ બીમાર હતા એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં માટે એમ્બ્યુલન્સ મેઇન રસ્તા પર ઊભી હતી ત્યાં પહોંચવા માટે વિપુલભાઈને ઝોળી કરીને લઈ ગયા અને ત્યાંજ દોઢ કિલોમીટર અંતર કાપવામાં વિપુલ ભાઈનું મૃત્યુ થઈ ગયું. આ તો એવા કિસ્સાઓની વાત કરી જે પ્રકાશમાં આવ્યા છે, શહેરમાં રહેતા લોકો માટે આવા દ્રશ્યો નવા હોઈ શકે પરંતુ ગામડામાં રહેતા લોકોને આવી પરિસ્થિતિનો સામનો પ્રતિદિન કરવો પડે છે. જે દ્રશ્યો જોઈને આપણને થાય કે આવી પરિસ્થિતિમાં લોકો કેવી રીતે રહી શકે તેવી પરિસ્થિતિમાં આ લોકો પોતાનું જીવન ગુજારી રહ્યા છે. 

દયાળુ સરકાર આ લોકો પર પણ થોડી દયા કરો!

આવા વીડિયો જોયા પછી પછી એવી જ વાત દિમાગ આવે કે સત્તાધીશોને આ કરૂણ દ્રશ્યો જોયા પછી કોઈ અસર થશે? તેમને આ લોકોની પીડા સમજાશે? બસ આ જ રીતે અનેક જિંદગીઓ કચડાઈ જાય છે સિસ્ટમની બેદરકારી અને કામચોરીના કારણે. જ્યારે માણસ એ ગામમાં રહે છે ત્યારે તે કઈ પરિસ્થિતિમાં રહે છે, કઈ સમસ્યાનો તેને સામનો કરવો પડે છે તે ત્યાં રહેતા લોકોને જ ખબર હોય... ત્યારે કહેવાની ઈચ્છા થાય કે હે દયાળુ સરકાર થોડી દયા આ લોકો પર પણ કરો! બીજી વાત પણ એમાં સામે આવી છે કે ત્યાં વસતા લોકોને પોતાની જગ્યા છોડવી નથી.  ડુંગરાળ વિસ્તારમાં વસતા લોકો આજે પણ એમની પરંપરા પ્રમાણે જીવન નિર્વાહ કરી રહ્યા છે અને ડુંગરો પર વસવામાં આ લોકો માને છે.!



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.