Gujaratમાં છે શિક્ષકોની ઘટ, TET-TAT પાસ ઉમેદવારોએ શિક્ષકોની ભરતી કરવા આવી રીતે કરી રજૂઆત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-04 12:43:29

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ છે. અનેક શાળાઓના વીડિયો આપણે જોયા છે જેમાં ભણવા માટે બાળકો હોય છે પરંતુ તેમને ભણાવા માટે શિક્ષકો નથી હોતા. અનેક  શાળાઓ એવી છે જ્યાં આખી શાળા માત્ર એક શિક્ષકના આધારે ચાલે છે.. ગુજરાતમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ત્યારે ફરી એક વખત મુખ્યમંત્રીને રજૂઆત કરી છે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ.. ગીતના માધ્યમથી પોતાની રજૂઆત મૂકી છે.

ગુજરાતમાં છે શિક્ષકોની ઘટ

માતા પિતા બાદ બાળકના જીવનમાં કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.  શિક્ષક બાળકને ભણાવી એ કાબિલ બનાવે છે કે તે દુનિયા સાથે હરીફાઈ કરી શકે.. એવો સક્ષમ બનાવે છે કે તે દુનિયાની કોમ્પિટિશનમાં ટકી શકે.. ગુજરાતમાં પણ શિક્ષણ પાછળ કરોડો ખર્ચાય છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાંની સ્થિતિ જોઈ દયા આવી જાય.. અનેક સરકારી શાળાઓ એવી છે જ્યાં ગમે ત્યારે ઓરડો તૂટી શકે તેવી હાલત હોય છે. શિક્ષણથી રાજ્ય આગળ વધે તેવું કહીએ છીએ પરંતુ શિક્ષણની પથારી ફેરવાઈ ગઈ છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. 


ગીતના માધ્યમથી ટેટ ટાટ પાસ ઉમેદવારે કરી રજૂઆત

રાજ્યમાં શિક્ષકોની કમી છે તે વાત વિધાનસભામાં પણ સ્વીકારવામાં આવી છે.. ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવે. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત સરકારને રજૂઆત કરી છે અને પોતાની માગ તેમના સમક્ષ રાખી છે. શિક્ષણ મંત્રીથી લઈ મુખ્યમંત્રી સુધીને શિક્ષકોની ભરતી કરવા માટે રજૂઆત કરી છે.. ત્યારે ફરી એક વખત મુખ્યમંત્રીને ટેટ ટાટ પાસ ઉમેદવારોએ રજૂઆત કરી છે. ગીતના માધ્યમથી આ વખતે તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ત્યારે સરકાર ક્યારે ભરતી કરશે તે જોવાનું રહ્યું.      



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...