Gujaratની પ્રાથમિક શાળાઓમાં 30,000+ શિક્ષકોની અછત છે, પરંતુ સરકાર... જાણો Congressએ શિક્ષકોને લઈ શું ટ્વિટ કર્યું?


  • Published By :
  • Published Date : 2023-11-25 15:10:59

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ શું છે તે આપણે જાણીએ છીએ. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં શાળામાં બાળકો હોય છે તો શિક્ષકો નથી હોતા, જ્યાં બંને હોય છે ત્યાં શાળાની બિલ્ડીંગ જર્જરિત હોય છે. શિક્ષકોની શાળામાં ઘટ છે તેવી વાત તો અનેક વખત કરવામાં આવી છે. એક તરફ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. તો બીજી તરફ જ્ઞાન સહાયકના વિરોધ વચ્ચે વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી હતી. શિક્ષકોના મુદ્દે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી જેમાં શિક્ષકોના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો.

પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત છે પરંતુ..!

ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતી નાબુદ થાય અને કાયમી ભરતી થાય તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી આવી તેમજ કોંગ્રેસ પાર્ટી આવી હતી. ત્યારે વિદ્યા સહાયકની ભરતીને લઈ કોંગ્રેસે એક ટ્વિટ કરી છે જેમાં લખવામાં આવ્યું છે કે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 30 હજારથી વધારે શિક્ષકોની અછત છે તેમ છતાં રાજ્ય સરકારે માત્ર 2750 વિદ્યા સહાયકોની ભરતી કરીને રાજ્યના યુવાનોને ગેરમાર્ગે દોરવા માગે છે. 


કાયમી શિક્ષકોની માગ સાથે ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન 

મહત્વનું છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ટ્વિટર પર કોંગ્રેસે લખ્યું રાજ્યના યુવાનો હવે ભાજપના આ જુમલાને સમજી ગયા છે. ચૂંટણીમાં લોલીપોપ નહીં, કાયમી શિક્ષકોની ભરતી કરો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.