ચીનમાં કોરોના કેસોમાં થઈ રહ્યો છે સતત વધારો, લાખો લોકો થઈ રહ્યા છે કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2022-12-24 13:13:35

વિશ્વના અનેક દેશોમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં તો હાલત બેકાબૂ બની રહી છે. ચીનમાં લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેને કારણે હોસ્પિટલમાં લાંબી લાઈન જોવા મળી રહી છે. દવાઓ ખૂટી રહી છે. 


આગામી દિવસોમાં વધી શકે છે કોરોનાનો કહેર 

ચીનમાં કોરોના વાયરસ વાયુવેગે પ્રસરી રહ્યો છે. કોરોના વધતા ચીન સરકારે ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી હતી. ઝીરો કોવિડ પોલીસીનો લોકોએ વિરોધ કર્યો હતો. રસ્તા પર ઉતરી લોકો વિરોધ કરી રહ્યા હતા. જેને કારણે નિયંત્રણો હળવા કરી દેવામાં આવ્યા હતા. નિયમો હળવા કરાતા ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. 20 દિવસની અંદર અંદાજીત 20 લાખ 50 હજાર લોકો કોરોના સંક્રમિત થયા છે. 


શાંઘાઈમાં પણ હાલાત ખરાબ થઈ શકે છે   

ચીનમાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ઉપરાંત મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ચીનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 54 લાખ પહોંચી શકે છે. ચીનમાં વધતા કોરોના સંક્રમણની વાતો વિશ્વમાં થઈ રહી છે પરંતુ ચીન સરકારના આંકડા પ્રમાણે 22 ડિસેમ્બરના રોજ કોઈનું પણ મૃત્યુ નથી થયું ઉપરાંત માત્ર 3761 લોકો જ કોરોના સંક્રમિત થયા છે. શાંધાઈમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે.            



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે