કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના દેશમાં માથું ઉચકી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 700થી વધારે કેસ નોંધાયા છે. કોરોના કેસ નોંધાવામાં તો વધારો થયો છે પરંતુ મૃત્યુઆંકમાં પણ વધારે થઈ રહ્યો છે. દેશમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 761 નવા કેસ સામે આવ્યા છે. 12 લોકોના મોત થયા છે. 5 મોત કેરળમાં થયા છે, કર્ણાટકથી ચાર લોકોના મોત થયા છે. બે મોતના કેસ મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. એક વ્યક્તિનું મોત ઉત્તર પ્રદેશમાં થયું છે. મહત્વનું છે કે એક્ટિવ કેસની સંખ્યા 4423 પર પહોંચી છે.
કોરોનાના કેસમાં જોવા મળી રહ્યો છે ઉછાળો
એક સમય હતો જ્યારે કોરોના શબ્દ સાંભળીને ચિંતા વધી જતી હતી. જો કોઈ કોરોના સંક્રમિત આપણી આસપાસ નોંધાયો હોય તો આપણે ડરી જતા હતા. પરંતુ સમય જતા સ્થિતિ બદલાઈ અને કોરોના લોકો માટે સામાન્ય બન્યો. કોરોનાને લોકો નોર્મલ ગણવા લાગ્યા. ન્યુ નોર્મલ જેવો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. પરંતુ દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. ન માત્ર દેશમાં પરંતુ વિશ્વમાં કોરોના સંક્રમણએ ચિંતા વધારી છે. કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. અનેક દેશમાં કોરોનાના અધધધ કેસ નોંધાઈ રહ્યા છે. ન માત્ર કોરોના પરંતુ કોરોનાનો નવો વેરિયન્ટ પણ ચિંતા વધારી રહ્યો છે. નવા વેરિયન્ટના અનેક દર્દીઓ સામે આવી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 761 નવા કેસ નોંધાયા
દેશમાં કોરોના સંક્રમણને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. કોરોનામાં ફરી એક વખત કોરોનાનો ખતરો વધી રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. કોઈ વખત 800થી વધારે કેસ નોંધાય છે તો કોઈ વખત 700ને પાર કેસનો આંકડો પહોંચે છે. આ બધા વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 761 કેસ નોંધાયા છે જ્યારે 12 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સૌથી વધારે કેસ કર્ણાટકથી સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર કોરોનાના 298 નવા કેસ કર્ણાટકથી સામે આવ્યા છે.