ધીરે ધીરે ઠંડી વિદાય લઈ રહી છે અને ગરમીની શરૂઆત થઈ રહી છે. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડી લાગે છે જ્યારે બપોરના સમયે ગરમી લાગે છે. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થયો હતો. કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. ત્યારે ઠંડી જ્યારે વિદાય લઈ રહી છે ત્યારે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે. બનાસકાંઠા અને અન્ય જિલ્લાઓમાં સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર વરસાદી ઝાપટા આવ્યા હતા.
બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ!
બપોરના સમયમાં ગરમીનો અહેસાસ થાય છે જ્યારે સવારના સમયે ઠંડીનો અહેસાસ થાય છે. બપોરના સમયે એટલી ગરમી હોય છે જેને લઈ પંખો કરવો પડે છે. ત્યારે શિયાળાની વિદાય વખતે કમોસમી વરસાદ આવી રહ્યો છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી બનાસકાંઠાના ધાનેરા તેમજ થરાદમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં પલટો આવ્યો છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. પવન સાથે કમોસમી વરસાદ થતા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે.
ફરી એક વખત વાતાવરણમાં આવ્યો પલટો!
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એવી આગાહી કરવામાં આવી હતી કે ફરી એક વખત માવઠાનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. તે સિવાય હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે, અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવી શકે છે. થરાદ, વાવ, લાખણી સહિતના ગામોમાં મોડી રાત્રે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં એવો પલટો આવ્યો છે જેને કારણે કઈ સિઝન ચાલે છે તે નથી જાણી શકાતી.!