રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક જગ્યાઓ પર વરસતા માવઠાને કારણે ખેડૂતો થયા ચિંતિત! અમદાવાદ માટે ગરમીને લઈ કરાઈ છે આગાહી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-18 16:28:43

ઉનાળાના સમય દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓ માટે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે હવામાન વિભાગની આાગાહી અનુસાર અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના આઠ જિલ્લાઓ માટે માવઠાની આગાહી કરવામાં આવી હતી. સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. 


અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ અનુમાન લગાવ્યું હતું. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સુરત, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત વલસાડ, સુરત, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઉનાળામાં વરસતા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખેતરમાં થયેલા પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થતું હોય છે. ખેડૂતોની હાલત એમ પણ કફોડી છે ત્યારે આ વરસતા વરસાદે તેમને રાતા પાણીએ રડવા મજબૂર કર્યા છે. 


આવનાર દિવસોમાં કાળઝાળ ગરમી સહન કરવા રહેવું પડશે તૈયાર!

એક તરફ જ્યારે કમોસમી વરસાદની વાત કરવામાં આવી રહી છે તો બીજી તરફ ગરમીને લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો છે. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યો છે. રાજકોટમાં તાપમાન 41.5 ડિગ્રી આસપાસ નોંધાયું હતું જ્યારે અમરેલીનું તાપમાન 42 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. ત્યારે આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લોકો કામ વગર ઘરની બહાર ન નીકળે તેમજ આછા રંગના કપડા પહેરે તેવી સલાહ આપવામાં આવી છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...