આપણે કોઈ પણ કંપનીની સ્થાપના કરીએ ત્યારે તે કંપનીના ફાઉન્ડરની સાથે કોફાઉન્ડર હોય છે. અમેરિકામાં થોડાક સમય પેહલા એક જોક્સ ખુબ જ વાઇરલ થયો હતો કે , ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ છે તો તેમના ખાસ મિત્ર ઈલોન મસ્કએ કો પ્રેસિડેન્ટ છે. પરંતુ વ્હાઇટ હાઉસમાં સમીકરણો જાણે બદલાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઈલોન મસ્ક વ્હાઇટ હાઉસમાંથી એક્ઝીટ લે તેવી સંભાવનાઓ લાગી રહી છે. કેમ કે , હવે તેમણે આડકતરી રીતે યુરોપ અને અમેરિકા વચ્ચે ઝીરો ટેરીફની વાત કરી છે. બીજી તરફ ચાઇનાએ યુએસના રેસિપ્રોકલ ટેરિફની સામે કાઉન્ટર ટેરિફની જાહેરાત કરી છે. જેનાથી વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ વિસ્ફોટ" પછી "ટેરિફ યુદ્ધ"ની સંભાવના વધી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકાનું સર્વોચ્ય નાગરિક સન્માન આપવામાં આવ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કની રાજકીય જુગલબંધી તૂટે એવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , થોડાક સમય પેહલા ડોનાલ્ડ ટ્રમ્પએ કેબિનેટની મિટિંગમાંથી બહાર આવીને પત્રકારોને એવું નિવેદન આપ્યું હતું કે , ઈલોન મસ્ક હવે તેમના કાર્યકાલ કરતા વધુ સમય નહિ રોકાય શકે . તેઓ એક અદભુત વ્યક્તિ છે. પણ એમની જે બઉ જ મોટી કંપની છે ત્યાં એમણે જવું જ પડશે . આપને જણાવી દયિકે , ઈલોન મસ્ક હાલમાં અમેરિકાની ફેડરલ સરકારમાં ડિપાર્ટમન્ટ ઓફ ગવર્નમેન્ટ એફીસીયંસી નામનું ખાતું સંભાળી રહ્યા છે. અને તેમનો ૧૩૦ દિવસનો કાર્યકાળ આવતા મહિને મેંમાં પૂરો થવા જઈ રહ્યો છે. જોકે હવે એ પણ સમાચાર સામે આવી રહ્યા છે કે , ઈલોન મસ્કે યુરોપ અને અમેરિકા વચ્ચે ઝીરો ટેરિફ ફ્રી ઝોનની વાત કહી છે. સાથેજ તેમણે કહ્યું છે કે , " મને આશા છે કે અમેરિકા અને યુરોપ ખુબ મહત્વની ભાગીદારી કરી શકે છે . સાથે જ મને આશા છે કે , યુરોપ અને અમેરિકા વચ્ચે એક દિવસ ઝીરો ટેરિફ હશે . બેઉ પ્રદેશોના નાગરિકોને એકબીજાના દેશોમાં આવવા- જવા પર વધારે સ્વત્રંતા હશે ." ઈલોન મસ્કની પ્રતિક્રિયા ત્યારે સામે આવી છે જયારે ડોનાલ્ડ ટ્રમ્પએ થોડાક સમય પેહલા યુરોપ પર ૨૦ ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદયો છે. આ પ્રતિક્રિયા તેમણે ઇટાલીના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર મટીઓ સાલવીની દ્વારા જે "ધ લીગ કોંગ્રેસ" નામનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો તેમાં આપી હતી. આમ તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર યુરોપની નિંદા કરતા રહે છે. પરંતુ હવે ઈલોન મસ્કે અલગ રસ્તો અપનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેનું એક બીજું કારણ એ પણ છે કે , અમેરિકાના બધા જ ૫૦ રાજ્યોમાં "હેન્ડસ ઓફ" ના બેનર અંતર્ગત ઈલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પનો જોરદાર વિરોધ થયો છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરીફના કારણે ઈલોન મસ્કની કંપની ટેસ્લાએ ઘણે અંશે ખોટનો સામનો પણ કરવો પડ્યો છે. તો જોઈએ વ્હાઇટ હાઉસમાં સમીકરણો કેમના બદલાય છે.
વાત કરીએ ચાઈનાની તો , ચાઈનાએ યુએસના રેસિપ્રોકલ ટેરીફની વિરુદ્ધમાં ૩૪ ટકા કાઉન્ટર ટેરિફ લગાવ્યા છે . છેલ્લા ૨૦ વર્ષમાં ચાઈના અને અમેરિકા વચ્ચે વ્યાપારી ખાદ્યમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આપને જણાવી દયિકે ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" અંતર્ગત ચાઇના પર ૩૪ ટકા ટેરિફ લગાડેલો છે. અમેરિકા ચાઈનામાંથી સ્માર્ટફોન , કમ્પ્યુટર , કપડાં , ફર્નિચર અને રમકડાંની આયાત કરે છે જ્યારે ચાઈના અમેરિકામાંથી LNG એટલેકે , કુદરતી વાયુ , ક્રૂડ ઓઇલ , સિલિકોન ચિપ , એરોપ્લેન , પ્લાસ્ટિકની આયાત કરે છે. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પનો ચાઈના માટેનો ટેરિફ લગભગ ૫૪ ટકા સુધી પહોંચી ગયો છે. હમણાં ૩૪ ટકા અને વર્ષની શરૂઆતમાં જે ૨૦ ટકા ટેરિફ ચાઈના પર લગાવવામાં આવ્યો હતો . દુનિયાભરમાં એ ભયનો માહોલ છે કે , કદાચ આ "ટેરિફ વિસ્ફોટ " "ટેરિફ યુદ્ધમાં" ના બદલાઈ જાય .સંભાવના છે કે , બીજા દેશો પણ ચાઈનાની જેમ અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવી શકે છે.
વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તો , તેમને શ્રીલંકા દ્વારા ત્યાંનું સર્વોચ્ય "મિત્ર વિભૂષણ" નામનું રાજકીય સન્માન રાષ્ટ્રપતિ દિસયાનકી દ્વારા આપવામાં આવ્યું છે. સાથેજ શ્રીલંકાએ બાહેંધરી આપી છે કે , તેમની જમીનનો ઉપયોગ ભારતની વિરુદ્ધમાં કાવતરા ઘડવા માટે નઈ થાય . ભારત શ્રીલંકાએ સુરક્ષા સહકાર , આરોગ્ય , ડિજિટલ ટેક્નોલોજી પર કરારો કર્યા છે. સાથેજ ભારતે શ્રીલંકાના ઉત્તરપૂર્વીય વિસ્તારો માટે એક પેકેજ આપ્યું છે. શ્રીલંકાના આ ઉત્તરપૂર્વીય ભાગોમાં તમિલ લોકોનો વસવાટ છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨૦૧૪ પછીની આ ચોથી શ્રીલંકા મુલાકાત છે. વર્તમાન કેન્દ્ર સરકારની "નેબર હુડ ફર્સ્ટ" નીતિ અંતર્ગત આપણા પાડોશી દેશોના સબંધો પર વધારે ભાર મુકવામાં આવ્યો છે. ૨૦૨૩ની નાણાકીય કટોકટી દરમ્યાન ભારતે શ્રીલંકાને ખુબ મોટી આર્થિક મદદ કરી હતી જયારે IMF એટલકે , ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાંથી ખુબ મોટી રાહત શ્રીલંકાને અપાવવામાં ભારતે ખુબ મોટો રોલ ભજવ્યો હતો .