રાજ્યમાં ચોરીના કિસ્સાઓમાં વધારો થયો છે. અનેક સ્થળો પર ચોરી થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ચોરી થવાની ઘટના સોમનાથ મંદિરમાં બની છે. સોમનાથ મંદિરના લોકરમાંથી પ્રવાસીએ જમા કરાવેલી વસ્તુઓની ચોરી થઈ છે. સામાનની ચોરી થતા પોલીસમાં આ અંગેની ફરિયાદ પણ કરવામાં આવી છે.
મંદિરના લોકરમાંથી થઈ સામાનની ચોરી
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે લાખો દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે. મંદિરમાં મોબાઈલ, બેગ જેવા સામાનો સાથે પ્રવેશ આપવામાં આવતો નથી. દર્શનાર્થીઓને સુવિધા રહે તે માટે લોકરની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ દર્શનાર્થે ગયેલા રાહુલ નામ વ્યક્તિના સામાનની ચોરી લોકર રૂમમાંથી થઈ હતી. આ સામાનમાં 3 મોબાઈલ ફોન હતા, કેશ હતી, આઈડી હતા.
પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
દર્શન કરવા જતા પહેલા રાહુલે પોતાનો સામાન લોકરમાં રાખ્યો હતો. પરંતુ દર્શન કરીને પરત જ્યારે સામાન લેવા ગયા ત્યારે તેમનો સામાન લોકરમાં ન હતો. લોકરમાંથી સામાનની ચોરી થતા આ અંગેની જાણકારી ટ્રસ્ટને જાણકારી આપવામાં આવી હતી. જે બાદ સીસીટીવી ફોટેજ ચેક કરવામાં આવ્યું હતુ. સીસીટીવીમાં સામે આવ્યું હતું કે કોઈ શખ્સ પાછળની બાજુથી તેમના બેગને લઈ જતો હતો. સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આ મામલે લેખિત ફરિયાદ કરી સામાન ભરેલા બેગને પરત મેળવવા અને ચોરી કરનાર વિરૂધ્ધ કાર્યવાહીની માગણી કરી હતી. મંદિરના લોકરમાંથી ચોરી થતા દર્શનાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો