ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે ભરતી થવા માટે યુવકોની લાઈનો લાગી રહી છે.
જોકે, કેટલાક યુવકો સેનામાં ભરતી થવા જબરા જુગાડ લગાવતા હોય છે.
મધ્ય પ્રદેશમાં પણ અગ્નિવીરની ભરતી દરમિયાન યુવકોની જબરી ચાલાકીઓ પકડાઈ.
ભારતીય સેનામાં ભરતી થવા માટે આજકાલ યુવાનોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, તેના માટે ફીટ બોડી અને પૂરતી ઊંચાઈ હોઈ જરૂરી છે. ઘણા યુવાનો હાઈટમાં માર ખાઈ જતા હોય છે. ત્યારે મધ્ય પ્રદેશના સાગરમાં ચાલી રહેલી અગ્નિવીર ભરતીમાં કેટલાક યુવકોએ એવા-એવા જુગાડ કર્યા કે, એ જોઈને આર્મીના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે.
મધ્ય પ્રદેશમાં અગ્નિવીર ભરતીમાં કેટલાક યુવકોને એવી-એવી ચાલાકી કરતા ઝડપાયા કે, જેને જોઈને આર્મીના અધિકારીઓ પણ ચોંકી ગયા.
ભારતીય સેનામાં ભરતી થવા માટે યુવકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સેનામાં ભરતી થવા ઘણા યુવકો રાત-દિવસ મહેનત કરે છે. પરંતુ કેટલાક યુવકો એવા પણ છે જેઓ મહેનત કરવા છતાં પણ એક કે બીજા કારણોસર સેનામાં ભરતી થઈ શકતા નથી. જ્યારે કેટલાક માત્ર ઊંચાઈના કારણે જ રહી જાય છે. મધ્ય પ્રદેશમાં યોજાયેલી અગ્નિવીરની ભરતીમાં કેટલાક યુવકોએ પોતાની ઊંચાઈ વધારે બતાવવા માટે જે ચાલાકી વાપરી તે જોઈને આર્મીના અધિકારીઓ પણ આશ્રર્યમાં મૂકાઈ ગયા હતા. આ યુવકોએ માથામાં વિગ અને પોતાની એડી નીચે લાકડાના ચોરસ ટૂકડા લગાવીને આવ્યા હતા. જોકે, સેનાના અધિકારીઓની બાજ નજરથી એ લોકો બચી શક્યા ન હતા અને પકડાઈ ગયા હતા. મધ્ય પ્રદેશના સાગરમાં ઈન્દિરા ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ચાલી રહેલી અગ્નિવીર ભરતી દરમિયાન આ મામલો સામે આવ્યો છે.
કોલેજના મેદાનમાં ચાલી રહેલા આ ભરતી મેળાનો છઠ્ઠો દિવસ હતો. ઘણા યુવક આ ભરતીમાં આવ્યા હતા. ભરતી દરમિયાન ફિઝિકલ ટેસ્ટ લઈ રહેલા અધિકારીઓને કેટલાક યુવકો પર શંકા ગઈ. તેમની તપાસ કરવામાં આવી તો, તેઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આ યુવકોએ લંબાઈ વધારવા માટે પગની નીચે લાકડાના ટૂકડા લગાવેલા હતા. અધિકારીઓએ તેમને તાત્કાલીક ભરતીમાંથી બહાર કરી દીધા. કર્નલ સંતોષ કુમારે જણાવ્યું કે, કેટલાક વિદ્યાર્થીઓ લંબાઈ વધારવા માટે પગ નીચે લાકડાના ટૂકડા લગાવ્યા હતા. જ્યારે કેટલાકે તો માથા પર નકલી વાળ પણ લગાવેલા હતા.
આ અગ્નિવીર ભરતી 20 ઓક્ટોબર સુધી ચાલવાની છે. જેમાં 14 જિલ્લાના લગભગ 73 હજાર યુવકો ભાગ લઈ રહ્યા છે. સફળ થનારા યુવકોની પરીક્ષા 15 જાન્યુઆરી, 2023એ ગ્વાલિયરમાં લેવામાં આવશે. હાલમાં જે યુવકો પાસ થયા છે, તેમને ભોપાલ અને જબલપુર આર્મી હોસ્પિટલમાં ફાઈનલ મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવશે.