હાર્ટ એટેક આવવાને કારણે નાની ઉંમરે લોકોના મોત થઈ રહ્યા છે. હાર્ટ એટેકના કિસ્સાઓ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટે છે તો કોઈ ડાન્સ કરતા કરતા મૃત્યુ પામે છે ત્યારે સુરતમાં એક વ્યક્તિનું મોત પણ હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. યોગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમનું મોત થયું છે. મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.
યોગ કરતા કરતા આવ્યું મોત
ઘણા સમયથી અનેક લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થઈ રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. નાની ઉંમરે લોકોના મોત થઈ રહ્યા છે. કોઈને ડાન્સ કરતા કરતા હાર્ટ એટેક આવી રહ્યો છે તો કોઈ સ્પોર્ટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. થોડા દિવસો પહેલા બેડમિન્ટન રમતા રમતા યુવકનું મોત થઈ ગયું હતું. તો તેની પહેલા ક્રિકેટ રમતા રમતા યુવક મરણ પામ્યો. ત્યારે સુરતમાં યોગ કરતી વખતે હાર્ટ એટેક આવવાને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
પરિવારમાં છવાઈ શોકની લાગણી
અનેક લોકો ફિટ રહેવા યોગ કરતા હોય છે. અનેક જગ્યાઓ પર યોગના ક્લાસ પણ ચાલતા હોય છે. ત્યારે સુરતના કિરણ ચોક પાસે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં યોગ કરવા અનેક લોકો આવતા હોય છે. મૃત્યુ પામનાર મુકેશભાઈ પણ યોગ કરવા સવારે ત્યાં આવ્યા હતા. અચાનક તેમની તબિયત બગડી ગઈ હતી. તેમને બેચેની થવા લાગી. થોડું સારૂ થયું તે બાદ તેમણે યોગ કરવાનું શરૂ કર્યું. તે દરમિયાન તેઓ ઢળી પડ્યા. અચાનક તેમની તબિયત બગડતા અને ઢળી પડતાં તેમને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. તેમના આવા અચાનક મૃત્યુના સમાચાર મળતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.