UP Police Paper Leak મામલે યોગી સરકારે કરી મોટી કાર્યવાહી! પદ પરથી હટાવાયા ભરતી બોર્ડના અધ્યક્ષને..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-05 12:14:32

ગુજરાતમાં પણ અનેક વખત પેપર લીક થવાની ઘટના સામે આવી છે. અનેક પેપર ફૂટે છે અને લોકોના સપનાઓ ચૂરચૂર થઈ જાય છે. પરીક્ષા માટે અનેક ઉમેદવારો તૈયારી કરતા હોય છે પરંતુ જ્યારે પરીક્ષાનું પેપર ફૂટે છે ત્યારે તેમને જે પીડા થતી હોય છે તેનું વર્ણન નથી થઈ શક્તું. થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશમાં પોલીસ ભરતીનું પેપર ફૂટ્યું હતું. લાખો ઉમેદવારોએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં યોગી આદિત્યનાથ દ્વારા પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને હવે પેપર લીક મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભરતી બોર્ડના અધ્યક્ષ રેણુકા મિશ્રાને પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેની બદલીમાં આ જવાબદારી રાજીવ કૃષ્ણને સોંપવામાં આવી છે.

ભરતી બોર્ડના અધ્યક્ષને હટાવાઈ દેવાયા! 

ઉત્તર પ્રદેશમાં પેપર લીક થવાની ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા પોલીસ ભરતીનું પેપર લીક થયું તે બાદ ધોરણ 12ના બોર્ડના પેપર લીક થવાની ઘટના સામે આવી. પોલીસ ભરતીને લઈ લાખો ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું.અંદાજીત 45 લાખ ઉમેદવારો આ પરીક્ષા માટે તૈયારીઓ કરી રહ્યા હતા અને પરીક્ષા માટે હાજર પણ રહ્યા હતા. પરીક્ષાનું પેપર લીક થવાને કારણે પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય યોગી સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે પેપર લીક મામલે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ રેણુકા મિશ્રાને હટાવાઈ દેવાયા છે અને રાજીવ કૃષ્ણને આની જવાબદારી સોંપવામાં આવી છે.


પેપર લીક થતા પરીક્ષાને કરાઈ રદ્દ! 

પોલીસ ભરતીની વાત કરીએ તો 17 અને 18 ફેબ્રુઆરીએ યુપીના તમામ 75 જિલ્લામાં કોન્સ્ટેબલની ભરતી માટેની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીણામ આવે તેની પહેલા એવી જાણકારી મળી કે  પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે. ઉમેદવારોએ આ વાતનો વિરોધ કર્યો અને પરીક્ષાને રદ્દ કરવામાં આવે તેવી માગ કરી હતી. વિરોધને ધ્યાનમાં રાખી પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય ઉત્તર પ્રદેશ સરકારે લીધો હતો. સાથે સાથે એવી જાહેરાત પણ કરવામાં આવી કે છ મહિનાની અંદર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ કેસને લઈ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને મળતી માહિતી અનુસાર અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. અને આજે ભરતી બોર્ડના અધ્યક્ષને હટાવાઈ દેવાયા છે.  


જ્યારે પેપર ફૂટે છે ત્યારે...!

મહત્વનું છે કે જ્યારે પેપર લીક જેવી ઘટનાઓ બને છે ત્યારે એવી કાર્યવાહી કરવામાં આવી જોઈએ કે જેનાથી લોકોમાં ડર બેસે. કાયદાનો ડર તો જાણે કોઈને નથી રહ્યો તેવું લાગે છે. મહત્વનું છે કે ગુજરાતમાં પણ અનેક પેપર ફૂટ્યા છે. અનેક વખત પેપર ફૂટવાની ઘટના સામે આવતા ઉમેદવારોના સપના તૂટ્યા છે. ભરતી બોર્ડની જવાબદારી એવા અધિકારીને સોંપવી જોઈએ જેમના પર ઉમેદવારોને વિશ્વાસ હોય...! 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...