માવઠાની આગાહીથી જગતનો તાત ચિંતિંત, કૃષિ મંત્રીનો દાવો 'ખેડૂતોને રૂ.10 હજાર કરોડનું આપ્યું વળતર'


  • Published By :
  • Published Date : 2023-11-24 17:12:22

ગુજરાત પર આસમાની આફત તોળાઈ રહી છે જેના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. હવામાન વિભાગે આગામી 24 થી 28 નવેમ્બર સુધી માવઠાની આગાહી કરી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં શિયાળુ પાકને જબરદસ્ત નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારે પણ તમામ માર્કેટ યાર્ડ અને ખેડૂતોને આગોતરા પગલા લેવાની સુચના આપી છે. માર્કેટ યાર્ડોને વેપારીઓ તથા ખેડૂતોના કૃષિ પાકને તાડપત્રીથી ઢાંકવાની તાકીદ કરવામાં આવી છે. હવે આ દરમિયાન રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને ઉદ્દેશીને મહત્વનું નિવેદન આપ્યું છે. 


રાઘવજી પટેલે શું કહ્યું?


કૃષિ મંત્રી રાઘવજી પટેલ અમદાવાદ જિલ્લાના પીરાણા ખાતે યોજાયેલા રવી કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે ખેડૂતોએ માવઠાથી ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, માવઠાને લઇ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય સરકાર ખેડૂતોની પડખે ઉભી છે. તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂતોને અત્યાર સુધી 10 હજાર કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. DAP ખાતરનો જરૂરી જથ્થો ગુજરાત પહોંચી ચૂક્યો છે. ખાતર વિતરણ કેન્દ્રો પર DAP ખાતર ખેડૂતોને મળી રહેશે.


આ જિલ્લાઓમાં માવઠું


માવઠાને લઈ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી 24થી 28 નવેમ્બર સુધી કમોસમી વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સૌથી વધુ કમોસમી વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબકી શકે છે. તેમાં પણ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા,પંચમહાલ, દાહોલ, છોટા ઉદેપુર, અને નર્મદામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. તે ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જુનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?