નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના રોડ કપાતની કામગીરી આજ માટે રખાઈ મોકૂફ, સ્થાનિકોના વિરોધ સામે તંત્રને ઝૂકવું પડ્યું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-16 11:25:02

અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા નારણપુરા વિસ્તારમાં કપાતની કામગીરી હાથ ધરવામાં આવવાની હતી. ડિમોલીશનની કામગીરીને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોરશોરથી લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પૂરુષોની સાથે સાથે મહિલાઓ પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ હતી. વિરોધ કરવા રસ્તા પર બેસી ગઈ હતી. ભારે વિરોધ જોતા ડિમોલેશનની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.  


આજે થવાની હતી કપાતની કામગીરી 

નારણપુરામાં રોડને પહોળો કરવા માટે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવવાની હતી. નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડને પહોળો કરવા કપાતની કામગીરી કરવામાં આવવાની હતી. કપાત થવાની વાત મળતા સ્થાનિકોએ બેનરો લગાવી વિરોધ કર્યો હતો. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ ડિમોલિશન કરવા પહોંચી ત્યારે લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. 

ઘરે ઘરે બેનરો લગાવાયાં.



છેલ્લી ઘડીએ કામગીરી રખાઈ મોકૂફ 

વિરોધ કરવા સ્થાનિક લોકો નારણપુરા લાડલી ચાર રસ્તા પાસે  ભેગા થયા હતા. કપાતની કામગીરી હાથ ધરવામાં આવવાની હતી એટલે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરંતુ લોકો દ્વારા કપાતની કામગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોને અગવડ ના પડે તે માટે 200 જેટલા મકાનો પર બુલડોઝર ફરવાનું હતું પરંતુ વિરોધને કારણે આ કામગીરીને એક દિવસ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. છેલ્લી ઘડીએ લેવાયેલા આ નિર્ણયને સ્થાનિકોએ આવકાર્યો છે. જેને પગલે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.   




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...