મતવિસ્તારમાં થતા કામોનું મોનિટરિંગ થશે સચિવાલયમાં! ધારાસભ્યો,સાંસદોની ફરિયાદોનું નિરાકરણ લાવવા કરાશે આ ખાસ વ્યવસ્થા! જાણો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-19 14:11:05

ચૂંટણી સમયે પાર્ટી દ્વારા તેમજ ઉમેદવારો દ્વારા મતદાતાઓને અનેક વાયદાઓ આપવામાં આવતા હોય છે. જો અમારી સરકાર ચૂંટાઈને આવશે તો આ કામ કરવામાં આવશે, વિકાસના કામો તેજગતિથી વધશે સહિતના અનેક વાયદાઓ કરવામાં આવતા હોય છે. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ મતદાતાની શું હાલત હોય છે તે વાતને આપણે સૌ જાણીએ છીએ. વિપક્ષ દ્વારા અનેક વખત એવો આક્ષેપ લગાવવામાં આવતો હોય છે કે તેમના વિસ્તારમાં કામો નથી થતાં. ન માત્ર વિપક્ષ પરંતુ સત્તા પક્ષના પણ અનેક ધારાસભ્યોએ આ વાત કહી છે. ત્યારે આવી ફરિયાદો તેમજ વાતોને ધ્યાનમાં રાખી ધારાસભ્ય-સાંસદો માટે ખાસ સેલ તૈયાર કરવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. એક સ્પેશિયલ ટીમ બનશે જે મત વિસ્તારમાં થતાં કામોનું મોનિટરિંગ કરી શકે છે.      

   

સચિવાલયમાં સ્પેશિયલ સેલ બનાવવા ચાલતી વિચારણા

અનેક વખત એવી ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવતી હોય છે કે તેમના વિસ્તારમાં કામ નથી થતું. ધારાસભ્યો તેમજ સાંસદોને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ તેનું નિરાકરણ થતું નથી. ફરિયાદોનું નિવારણ નથી આવતું. સાંસદો તેમજ ધારાસભ્યોને અધિકારીઓ ગાંઠતા નથી તેવી ફરિયાદો ન માત્ર વિપક્ષના નેતાઓ પરંતુ સત્તાપક્ષના નેતાઓ દ્વારા પણ કરવામાં આવતી હોય છે. આપણને એવું હોય કે માત્ર લોકોને પડતી તકલીફનું નિરાકરણ નથી થતું પરંતુ ધારાસભ્યો તેમજ સાંસદોના કામો, તેમની સમસ્યાનું નિરાકરણ નથી હોતું. ત્યારે ધારાસભ્યોને પડતી  સમસ્યાનું નિરાકરણ લાવવા માટે એક વિચાર કરવામાં આવી રહ્યો છે કે સચિવાલયમાં એક સ્પેશિયલ સેલ બનાવવામાં આવશે. સચિવાલયના ચોથા માળે અલાયદો સેલ શરૂ કરવામાં આવશે. મંત્રીઓ ધારાસભ્યોના કામોને પ્રાધાન્ય આપે તે માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સરકાર સુધી તેમની સમસ્યા પહોંચે તેમજ નિરાકરણ થાય તે માટે એક વિચારણા કરવામાં આવી રહ્યો છે. 


ધારાસભ્યો-સાંસદોની ફરિયાદનું કરાશે નિવારણ

જે સેલ બનાવવાની વિચારણા થઈ રહી છે તેમાં અધિકારીને બેસાડવામાં આવશે. સેલમાં નિયુક્ત કરાયેલા અધિકારીઓ ધારાસભ્યો તેમજ સાંસદોને પડતી મુશ્કેલીઓને સાંભળશે અને સમસ્યાનું નિરાકરણ કરાશે. ઉપરાંત મત વિસ્તારના અનેક પ્રોજેક્ટો પર સીધું મોનિટરિંગ કરવામાં આવશે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?