પાણીની સમસ્યાને લઈ રાજકોટની મહિલાઓએ કર્યો મનપા કચેરી બહાર હોબાળો, મહિલાઓએ લગાવ્યા પાણી આપો પાણી આપોના નારા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-17 15:12:53

ઉનાળાના સમય દરમિયાન પાણીનો વપરાશ વધી જતો હોય છે. ત્યારે આ વર્ષે પાણીની તંગી નહીં સર્જાય તેવા દાવા કરવામાં આવ્યા હતા પરંતુ આ દાવા ખોટા પડી રહ્યા હોય તેવું લાગે છે. પાણીની અછતને કારણે રાજકોટમાં વોર્ડ નંબર 3ની મહિલાઓ દ્વારા પૂરતું પાણી ન હોવાના આરોપ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. રજૂઆત માટે મહિલાઓને મેયર કે મ્યુ. કમિશ્નરની સાથે મુલાકાત ન કરાવવામાં આવતા સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવામાં આવ્યો હતો. પરંતુ વિરોધ વધતા અમુક મહિલાઓને મુલાકાત માટે મોકલવામાં આવ્યા હતા.  

મહિલાઓએ પાણી આપો પાણી આપોના સુત્રોચ્ચાર કર્યા.


મહિલાઓએ મનપા કચેરી ખાતે કર્યો હોબાળો

થોડા દિવસો બાદ ઉનાળાની શરૂઆત થવાની છે. ઉનાળાના સમય દરમિયાન પાણીની માગમાં ભારે વધારો થતો હોય છે. ત્યારે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે. પરંતુ આ વાત હમણાંથી ખોટી સાબિત થઈ રહી છે. રાજકોટના અનેક વિસ્તારોમાં પૂરતું પાણી ન મળવાની સમસ્યા સામે આવી છે. જેને લઈ વોર્ડ નંબર 3ની મહિલાઓ દ્વારા પૂરતું પાણી ન મળતા હોવાના આરોપ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. 

અંતે મહિલાઓએ મેયરને રજૂઆત કરી હતી.

આજે બજેટ બાદ પ્રથમ જનરલ બોર્ડની બેઠક મળી હતી.


ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી 

થોડા સમય પહેલા રજૂ કરાયેલા બજેટમાં મહાનગરપાલિકા દ્વારા પાણીવેરામાં વધારો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત આ ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય તેવો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ આ વાત હમણાંથી ખોટી સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા આ વાતને લઈને જ વોર્ડ નંબર 11ની મહિલાઓ દ્વારા આ મુદ્દાની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે વોર્ડ નંબર ત્રણની મહિલાઓ દ્વારા પાણીની સમસ્યાને લઈ રજૂઆત કરવામાં આવી હતી. 


વોર્ડ નંબર ત્રણની મહિલાઓ દ્વારા કરાયો હતો વિરોધ 

કલેક્ટરને અથવા તો મ્યુ. કમિશનરને મળવાની વાત કરી હતી પરંતુ તેમની મુલાકાત કરાવવામાં આવી ન હતી. જે બાદ મહિલાઓએ હોબાળો કર્યો હતો. મહિલાઓને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતો. ભારે વિરોધ બાદ 5 મહિલાઓને મેયર સાથે મુલાકાત કરવાની પરવાનગી આપી હતી. જો આ સમસ્યાનો તાત્કાલિક આ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?