લ્યો બોલો, છૂટાછેડા લીધા બાદ ચેન્નાઈની મહિલાએ કરાવ્યું 'ડિવોર્સ સેલિબ્રેશન ફોટોશૂટ', તસવીરો થઈ વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-03 18:16:20

ફોટોશૂટ કરાવવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. કોઈ પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવે છે કે તો મેટરનિટી ફોટોશૂટ કરાવે છે. ત્યારે એક મહિલાએ પતિ સાથે છૂટાછેડા લીધા બાદ ડિવોર્સ ફોટોશૂટ કરાવ્યું છે. સોશિયલ મીડિયા પર આ ફોટોશૂટની તસવીર વાયરલ થઈ રહી છે. જે ફોટો વાયરલ થઈ રહેલો છે તેમાં મહિલા પોતાના પતિની તસવીર ફાડી રહી છે.

Image

તલાક પછી મહિલાએ કરાવ્યું ફોટોશૂટ! 

સોશિયલ મીડિયા પર એક ફોટોશૂટ વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલાએ છૂટાછેડા લીધા બાદ સેલિબ્રેશન કર્યું હતું. જે મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેનું નામ શાલિની છે. અનેક ફોટા છે જે સામે આવ્યા છે. એક ફોટામાં પોતાના પતિનો ફોટો ફાડતી દેખાય છે તો બીજા ફોટામાં લગ્નના ફોટાનો પગ નીચે દબાવી રહી છે. શાલિનીનું કહેવું છે કે આ ફોટો શૂટ એવી ભારતીય મહિલાઓ માટે સંદેશ છે જેમના તલાક થઈ ગયા છે અથવા તો પ્રક્રિયામાં છે. આ ફોટોશૂટ ચૈન્નઈમાં કરવામાં આવ્યો છે. 

Image

આ પહેલા આવી તસ્વીરો થઈ હતી વાયરલ! 

સોશિયલ મીડિયા પર આ ફોટોશૂટને લોકો પસંદ કરી રહ્યા છે. શાલિનીની હિંમતની લોકો તારીફ કરી રહ્યા છે. લોકોએ લખ્યું કે આ ફોટોશૂટ તલાકશુદાઓને ખોલનીને જીવા માટે ઈન્સપાયર કરશે. તો કોઈએ કીધું કે ભારતીય મહિલાને ચૂપી તોડીને પોતાની માટે ખુશ થવાનો અધિકાર છે. થોડા સમય પહેલા આવા જ ફોટા લોરેન બ્રૂક નામની મહિલાના સામે આવ્યા હતા.   

Image



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.