7 ડિસેમ્બરથી સંસદમાં શિયાળા સત્રની શરૂઆત થવાની છે. પરંતુ મળતી માહિતી મુજબ આ સત્રમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ભાગ નથી લેવાના. કારણ કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે. પહેલી વખત એવું થશે જ્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સદનની દૈનિક બેઠકોમાં ભાગ નહીં લે. આ શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બરે સમાપ્ત થવાનું છે અને આ સત્રમાં 17 બેઠકો હશે.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખત સંસદમાં કોંગ્રેસ નવી રણનીતિ અને વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરવાની છે. સંસદમાં કોંગ્રેસનું પ્રતિનિધત્વ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સંભાળવાના છે. તેમની સાથે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ભાગ લેવાના છે. રાહુલ ગાંધી ઉપરાંત દિગ્વિજય સિંહ તેમજ અને દિગ્ગજ નેતાઓ આ સત્રમાં ઉપસ્થિત નથી રહેવાના. તેમના આ નિર્ણયથી લોકસભામાં કોંગ્રેસની જવાબદારી અધીર ચૌધરી પર તેમજ મનીષ તિવારી પર આવી ગઈ છે.