આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત તેમજ પાકિસ્તાનની મેચ યોજાવાની છે. તે બાદ 15 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. પરંતુ આ વખતની નવરાત્રીમાં વરસાદ વિધ્ન નાખશે તેવી આગાહી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની નવી આગાહી મુજબ, વર્લ્ડ કપ મેચ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદ આવશે. એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે ગરબાની મજામાં ભંગ પડી શકે છે. વરસાદને લઈ કરવામાં આવેલી આગાહીએ ક્રિકેટ રસીયાઓ તેમજ ખેલૈયાઓની ચિંતા વધારી છે.
વર્લ્ડ કપ દરમિયાન પણ વરસી શકે છે વરસાદ
ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે. આ અંગેની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં વરસાદી માહોલ જામશે તેવી આગાહી કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી તો અંબાલાલ કાકાએ ઘણા સમય પહેલા કરી દીધી હતી. પરંતુ હવે આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન વરસાદ થશે તે વાત હવામાન વિભાગે કરી છે. પહેલા એવી આગાહી કરવામાં આવી હતી કે મેચના દિવસે વરસાદ નહીં આવે પરંતુ આ આગાહી ચેન્જ થઈ ગઈ છે. મેચ દરમિયાન પણ વરસાદ આવશે તેવી વાત કરવામાં આવી છે. હવામાન વિભાગની નવી આગાહી મુજબ, વર્લ્ડ કપ મેચ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદ આવશે.
અમદાવાદમાં થઈ શકે છે કમોસમી વરસાદ
રાજ્યમાં હાલ વાતાવરણ સૂકૂ છે પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે જેને કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદની પધરામણી થશે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. 14થી 17 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આ તારીખો દરમિયાન અમદાવાદ, આણંદ, મહિસાગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 15થી 17 તારીખો વરસાદની સંભાવના છે.
16 ઓક્ટોબર સુધી ગુજરાતમાં જામી શકે છે વરસાદી માહોલ
હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ 14થી 16 ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામી શકે છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. વરસાદની આગાહીની વાત થઈ રહી છે ત્યારે અમરેલીમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદી ઝાપટા વરસી શકે છે. 16 ઓક્ટોબર સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.
ચક્રવાત સક્રિય થશે જેને કારણે ગુજરાતમાં વરસાદ આવશે
ઉપરાંત ચક્રવાતને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 22થી 24 ઓક્ટોબરે ચક્રવાત બનશે જે બિપોરજોય જેવું શક્તિશાળી બનશે અને તે આગળ વધતું જોવા મળશે. જેના કારણે 22 થી 26 ઓક્ટોબરે પોસ્ટ મોન્સૂન આવશે અને તેની અસર ગુજરાતના લગભગ તમામ સ્થાનો પર જોવા મળી શકે છે.
વાવાઝોડાને લઇ હવામાન શાસ્ત્રિ અંબાલાલ પટેલની મોટી આગાહી | Jamawat#ambalalpatel #cyclone #gujaratcyclone #omancyclone #arabsagar #bangalkhadi #jamawat #jamawatupdate pic.twitter.com/824JhnlXnB
— Jamawat (@Jamawat3) October 13, 2023