આતુરતાનો આવ્યો અંત, આ તારીખે રિલીઝ થશે પઠાણ ફિલ્મનું ટ્રેલર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-04 15:46:29

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થાય તે પહેલાં જ ફિલ્મ ચર્ચાઓમાં આવી ગઈ છે. બેશરમ રંગ સોન્ગને કારણે ફિલ્મ વિવાદનો શિકાર બની છે. આ ગીતનો વિરોધ અનેક લોકો તેમજ સંગઠનનો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ટૂંક સમયમાં પઠાણ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ શકે છે તેવી માહિતી મળી રહી છે. 10 જાન્યુઆરી આસપાસ આ ફિલ્મનું ટ્રેલર બહાર આવી જશે તેવી માહિતી સામે આવી રહી છે. 


બેશરમ રંગ સોન્ગને કારણે છેડાયો વિવાદ

શાહરૂખ ખાનની અનેક ફિલ્મો રિલીઝ થાય તે પહેલા વિવાદમાં આવી છે. શાહરૂખ અને દિપીકાની પઠાણ ફિલ્મ પણ વિવાદનો શિકાર બની છે. આ ફિલ્મમાં દિપીકા બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. આ ફિલ્મના અનેક ગીત પણ રિલીઝ થઈ ગયા છે. તેમાં બેશમ સોન્ગને કારણે ફિલ્મ વિવાદમાં આવી છે. આ ગીતમાં દિપીકાએ ભગવા રંગની બિકીની પહેરી છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો હતો.  આ રંગને હિંદુત્વની ભાવના સાથે જોડી દેવામાં આવ્યો હતો. 


10 જાન્યુઆરીએ ટ્રેલર થઈ શકે છે રિલીઝ 

અનેક સ્થળો પર પઠાણ ફિલ્મને લઈ વિરોધ પ્રદર્શન પણ કરવામાં  આવ્યું છે. અનેક લોકોએ ફિલ્મને રિલીઝ ન કરવાની ધમકી આપી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું ટ્રેલર 10 જાન્યુઆરી 2023એ રિલીઝ થશે તેવા સમાચાર મળી રહ્યા છે.


SRKના ફેન્સ આતુરતાથી જોઈ રહ્યા છે ટ્રેલરની રાહ 

25 જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થવાની છે. 4 વર્ષ બાદ કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન પર્દા પર દેખાવાના છે. આ ફિલ્મના બે સોન્ગ રિલીઝ થઈ ગયા છે. ત્યારે 10 જાન્યુઆરીએ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે તેવું હાલ લાગી રહ્યું છે. દર્શકો અને તેમના ફેન્સ આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.        



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?