આતુરતાનો આવ્યો અંત, Tata Technologiesનો IPO થયો લોન્ચ, જાણો તમામ વિગતો


  • Published By :
  • Published Date : 2023-11-20 18:12:48

દેશના લાખો રોકાણકારો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે ટાટા ગ્રુપની કંપની Tata Technologiesનો  IPO આવી ગયો છે. આ કંપનીના શેરમાં રોકાણકારોએ માત્ર 15 હજારનું રોકાણ કરવાનું છે. ઉલ્લેખનિય છે કે ટાટા ગ્રૂપની કોઈ કંપનીનો આઈપીઓ 20 વર્ષ બાદ આવી રહ્યો છે. છેલ્લે 2004માં  Tata Groupએ તેની જાણીતી કંપની ટાટા કન્સલ્ટન્સી (TCS)નો  IPO લોન્ચ કર્યો હતો. જેને તે સમયે પણ રોકાણકારો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આવો જાણીએ Tata Technologiesના IPOની કેટલીક મહત્વની બાબતો....


Tata Technologiesના IPOની મહત્વની વિગતો


લિસ્ટીંગ તારીખ-  22 નવેમ્બર


IPOની કુલ સાઈઝ- 3,042.51 કરોડ રૂપિયા


એક લોટની કિંમત- 15 હજાર રૂપિયા


IPOની લોટ સાઈઝ- 30 શેર


IPOની પ્રાઈઝ બેન્ડ-  475-500 પ્રતિ શેર


શેર એલોટમેન્ટની તારીખ-30 નવેમ્બર


ડિમેટ એકાઉન્ટમાં શેર- 4 ડિસેમ્બરે આવશે શેર


બજારમાં લિસ્ટીગની તારીખ- 5 ડિસેમ્બરે થશે લિસ્ટિંગ


શા માટે IPO? 


Tata Technologiesના પ્રમોટરો આ IPO દ્વારા તેમનો હિસ્સો ઘટાડી રહ્યા છે. આ આઈપીઓ ઓપન ફોર સેલ પર આધારીત હશે. ઉલ્લેખનિય છે કે આ IPO દ્વારા પહેલા 9.57 કરોડ શેર વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે બાદમાં પ્રમોટરોએ 60,850,278 શેર વેચવાનો ફેંસલો કર્યો હતો.   



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.