રેડિયો જગતનો પ્રખ્યાત અવાજ શાંત થયો! ‘બિનાકા ગીતમાલા’ના ઉદ્ઘોષક અમીન સયાનીએ લીધા અંતિમ શ્વાસ...


  • Published By :
  • Published Date : 2024-02-21 11:57:10

આજકાલ તો મનોરંજનના અનેક સાધનો છે આપણી પાસે.. મોબાઈલ સાથે હોય તો સમય ક્યાં નીકળી જાય છે તેની ખબર નથી પડતી. પરંતુ એક જમાનો હતો જ્યારે મનોરંજનના સાધનમાં માત્ર રેડિયો હતો અને ટીવી પર આવતી અમુક ચેનલો હતી.. રેડિયો પર આવતા કાર્યક્રમને સાંભળવા લોકો ઉત્સાહિત હતા. રેડિયો પર આવતા અવાજના લોકો દિવાના હતા. એકના ઘરે રેડિયો હોય તો કાર્યક્રમને સાંભળવા આજુબાજુ રહેલા લોકો આવતા. રેડિયો પર ભલે તેમનો ચહેરો નથી આવતો પરંતુ તેમનો અવાજ એટલો લોકપ્રિય થઈ જાય છે લોકો તેમને ભૂલી નથી શકતા. ત્યારે આજે રેડિયો જગતથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. રેડિયો કિંગ ગણાતા અમીન સયાનીએ દુનિયાને અલવિદા કહી દીધી છે. 91 વર્ષની ઉંમરે તેમનું નિધન થઈ ગયું છે.

‘બિનાકા ગીતમાલા’ના ઉદ્ઘોષકે લીધા અંતિમ શ્વાસ! 

આજકાલ જેમ લોકો ફિલ્મસ્ટારના ફેન્સ હોય છે, મનોરંજન જગતના સ્ટાર્સના ફેન હોય છે તેમ એક આખી પેઢી એવી હશે જે રેડિયો જગતના દિવાના હશે. રેડિયો પર આવતા કાર્યક્રમોના, રેડિયો પર સંભળાતા અવાજના ફેન્સ હશે. રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા અમીન સયાનીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. અમીન સયાનીને રેડિયોની દુનિયાના જાદુગર પણ કહેવાતા હતા. અમીન સયાનીનું નામ પડે ત્યારે શ્રોતાઓના દિમાગમાં એક અવાજ સંભળાવવા લાગે બહેનો ઓર ભાઈઓ... અમીન સયાની ‘બિનાકા ગીતમાલા’ના ઉદ્ઘોષક હતા. અમીન સયાનીના નિધનના સમાચાર સામે આવતા રેડિયોના શ્રોતાઓમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. લોકો દુખી થઈ ગયા છે. 


સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ... 

હાર્ટ એટેકને કારણે અમીન સાયાનીનું નિધન થયું છે અને તેમના મોતની પુષ્ટિ તેમના દીકરાએ કરી છે. સમાચારની પુષ્ટિ કરતા તેમના દીકરાએ કહ્યું કે 20 ફેબ્રુઆરી એટલે ગઈકાલે તેમના પિતાને મુંબઈમાં તેમના ઘરે હાર્ટ એટેક આવ્યો. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા. ડોક્ટરોએ તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળતા ન મળી. તેમના અંતિમ સંસ્કાર આવતી કાલે થશે.



IPL કિંગ લલિત મોદીનો પાસપોર્ટ રદ કરવામાં આવ્યો . તેમની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે .

પાકિસ્તાને સાઉદી અરેબિયા જોડેથી શીખવાની જરૂર છે . તેણે ઇસ્લામિક કટ્ટરવાદને છોડવાની જરૂર છે. તો જ પાકિસ્તાનમાં આર્થિક સમૃદ્ધિ આવશે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ એક ટ્વીટ કરીને રશિયા પર નવા પ્રતિબંધો લગાવવાની વાત કરી છે સાથે જ યુક્રેન અને રશિયા બેઉ દેશોને શાંતિ વાર્તા શરુ કરવા અપીલ કરી છે .

આમતો સામાન્ય માણસ મોંઘવારીથી પરેશાન છે પણ મોંઘવારીનો માર તો જાણે મંત્રીઓને જ પડતો હોય એમ સરકારે મંત્રીઓના મંત્રીઓના દૈનિક મુસાફરી ભથ્થામાં વધારો કર્યો છે . હવે આ મુદ્દે વિપક્ષ જબરજસ્ત વિરોધ કરી રહી છે