Suratના કોર્પોરેટરે શેર કર્યો વીડિયો, બસમાં મુસાફરો પર કરવામાં આવતી દાદાગીરી સામે આવી! જુઓ મુસાફરો સાથે કેવું કરાયું વર્તન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-26 16:29:49

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં લોકો દ્વારા કરવામાં આવતી દાદાગીરી સાફ જોવા મળતી હોય છે. ત્યારે સુરતથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં બસ કન્ડક્ટર બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સાથે ગેરવર્તન કરી રહ્યો છે. પૈસા લઈ લેતો હતો પરંતુ બસની ટિકીટ આપવામાં ન આવતી હતી. જેને કારણે લોકોએ વીડિયો ઉતારવાનો શરૂ કર્યો. જ્યારે બસમાં મુસાફરી કરી રહેલા લોકોએ વીડિયો ઉતારવાની શરૂઆત કરી ત્યારે તેમને વીડિયો ઉતારવાની ના પાડી દીધી. ત્યાં ઉપસ્થિત લોકોએ વાતનો વિરોધ કર્યો હતો.  

પૈસા લીધા બાદ પણ મળતી ન હતી ટિકિટ 

સુરત શહેરના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ સુરત શહેરની બસનો એક વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયો સુરતના યોગી ચોક વિસ્તારના કિરણ ચોક પાસેનો છે જેમાં શહેરની બસના કંડક્ટર મુસાફરો સામે દાદાગીરી કરી રહ્યા છે જ્યારે મુસાફરો તેને પૂછે છે કે રૂપિયા લો છો તો ટિકિટ શા માટે નથી આપતા. મુસાફરોએ માગ કરી હતી કે લુખ્ખા દાદાગીરી કરતા કંડક્ટર સામે કાર્યવાહી કરવી જોઈએ. 



જો મહિલા સિવાય કોઈ પૂરૂષે પ્રશ્ન ઉઠાવ્યો હોત તો!

જે મહિલા આ વીડિયોમાં દેખાઈ રહ્યા છે તેમણે સવાલ કર્યો કે વીડિયો શું કામ નહીં ઉતારવાનો. સવાલ કર્યો એટલે તે શાંત થયો. આ પ્રશ્ન મહિલાએ ઉઠાવ્યો હતો એટલે ગુસ્સામાં આવેલા બીજા ભાઈ શાંત પડ્યા. જો તે મહિલા ન હોત તો સામે ગુસ્સામાં આવેલા વ્યક્તિએ મારપીટ પણ કરી હોત કારણ કે તેમના કાંડનો પર્દાફાશ થઈ જવાનો હતો. 



બસમાં સવાર મુસાફરોએ ઉઠાવ્યો દાદાગીરી વિરૂદ્ધ અવાજ 

ખબર નહીં કેટલા લોકો પાસેથી કંડક્ટર આવી રીતે રૂપિયા લેતા હશે અને ગેરકાયદેસર રીતે રૂપિયા પડાવી લેતા હશે. સુરત મહાનગર પાલિકાની જ આ સમગ્ર જવાબદારી છે કે આવા લોકો સામે કાર્યવાહી કરે. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે જનતાએ અન્યાય સામે અવાજ ઉઠાવવો પડશે. જ્યાં ખોટું થતું હોય અને આપણે અવાજ નથી ઉઠાવતા ત્યારે આપણે આપણી ફરજમાંથી ચૂકી રહ્યા છીએ. બસમાં સવાર મુસાફરોની હિંમતને દાદ દેવી જોઈએ કારણ કે તેમણે ખોટું થઈ રહ્યું હતું તેના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?