દારૂ પીને આવેલા AMTS બસના ડ્રાઈવરનો વીડિયો થયો વાયરલ! જુઓ નશાની હાલતમાં શું કહ્યું બસ ડ્રાઈવરે..


  • Published By :
  • Published Date : 2023-04-29 14:18:11

ગુજરાતમાં દારૂ બંધી હોવાના દાવા કરવામાં આવતા હોય છે. પરંતુ આપણામાંથી અનેક લોકો માનતા હશે કે આ વાતો માત્ર કાગળ પર છે. વાત પણ સાચી છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે વારંવાર આવતા હોય છે જે દારૂ બંધીના દાવાને ખોટા સાબિત કરતા હોય છે. ત્યારે એએમટીએસ બસના ડ્રાઈવરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ પીને ડ્રાઈવર ફરજ પર આવ્યો હતો. દારૂ પીને નોકરી પર આવતા ડ્રાઈવરનો વીડિયો એક જાગૃત નાગરીકે ઉતાર્યો હતો. એ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો!

અનેક લોકો એક જગ્યાથી બીજી જગ્યા પર પહોંચવા માટે બસનો ઉપયોગ કરતા હોય છે. બસમાં મુસાફરી કરતા લોકોના જીવ બસ ચલાવતા ડ્રાઈવરના હાથમાં હોય છે. પરંતુ અનેક એવા ડ્રાઈવરો હોય છે જેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. કોઈ વીડિયોમાં ડ્રાઈવર એકદમ રફ ડ્રાઈવિંગ કરતા નજરે પડતા હોય છે તો કોઈ વીડિયોમાં બસ ડ્રાઈવર નશાની હાલતમાં દેખાતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એએમટીએસ બસ ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે નશાની હાલતમાં દેખાઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો મણિનગર એએમટીએસ બસ સ્ટેશનનો છે. 


આ અગાઉ પણ આવો કિસ્સો સામે આવ્યો હતો!

ફરજ પર દારૂ પીને આવેલા ડ્રાઈવરનો વીડિયો એક જાગૃત નાગરીકે ઉતારી લીધો હતો. વીડિયો ઉતારનાર વ્યક્તિએ ડ્રાઈવરને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. જ્યારે ડ્રાઈવરને પૂછવામાં આવ્યું ત્યારે તેણે દારૂ પીધું હોવાની વાત સ્વીકારી હતી. ત્યારે થોડા સમય પહેલા પણ એક ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયો હતો. દારૂ પીધેલી હાલતમાં જોવા મળતા પેસેન્જરોએ ડ્રાઈવરને બસ રોકવા પર મજબૂર કરી દીધા હતા. 


જો દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? 

બસમાં મુસાફરી કરતા લોકોનો જીવ જોખમમાં નશાની હાલતમાં આવેલા ડ્રાઈવરો રાખતા હોય છે. બસમાં અનેક લોકો મુસાફરી કરતા હોય છે પરંતુ જ્યારે આવા ડ્રાઈવરો બસ ચલાવતા હોય છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? મળતી માહિતી અનુસાર ડ્રાઈવર વિરૂદ્ધ પગલાં લેવામાં આવ્યા નથી. સરકાર એક તરફ દારૂ બંધીની વાતો કરતી હોય છે પરંતુ ગુજરાતમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં દારૂ મળતો હોય છે.               




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.