મોરબીમાં દિવાળી સમયે હોનારત સર્જાઈ હતી. ઝુલતો પુલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત થયા હતા. ઘટનાના અનેક મહિનાઓ બાદ ઓરેવા કંપનીના માલિક સામે આવ્યા. આ કેસની સુનાવણી મોરબીની ચીફ જ્ડુડિશિયલ કોર્ટમાં ચાલી રહી હતી. જયસુખ પટેલને 14 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં ફરી રજૂ કરાયા હતા. આ મામલે પોલીસ વધુ રિમાન્ડ ન માગતા જેલ હવાલે કરાયા હતા.
135 જેટલા લોકોના થયા મોત
દિવાળીના સમયે એક તરફ લોકો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ અનેક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના અંગે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
જેલ હવાલે થશે જયસુખ પટેલ
આ મામલે અંદાજીત 10 જેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી. જયસુખ પટેલને 14 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. પોલીસે રિમાન્ડની માગ ન કરતા જયસુખ પટેલની મેડિકલ તપાસ કર્યા બાદ જેલ હવાલે કરાશે.