બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે શાબ્દિક ટપાટપીના વિવાદનો આવ્યો અંત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 12:08:10

બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે શાબ્દિક ટપાટપીના વિવાદનો આવ્યો અંત 


શું હતો વિવાદ ?

લોક ડાયરામાં લોકોનું ભરપુર મનોરંજન કરતા લોક કલાકારોની સમાજમાં ખુબ પ્રતિષ્ઠા હોય છે. આ કલાકારો તેમની દેશી અને ગ્રામીણ શૈલીમાં સમાજ ઉપયોગી અને મર્મસ્પર્શી વાતો કરી સમાજને નવો રાહ ચિંધતા હોય છે. જો કે  આ જ કલાકારો પરસ્પર ઝગડી પડે ત્યારે લોકોને નવાઈ લાગે તે સ્વાભાવિક છે. લોક કલાકારો સ્ટેજ પર શાબ્દિક ટપાટપી કરે તેવી ઘટનાઓ ખુબ ઓછી બને છે. ગુજરાતી લોકસાહિત્યના બે મોટા નામ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે થયેલી ટપાટપીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. બંન્ને જાહેર મંચો પરથી એક બીજા પર આક્ષેપો કરે છે તેવો વીડિયો ખુબ જ વાયરલ થયો હતો 

શાબ્દિક ટપાટપીનો વિડિયો જોવા નીચે કિલક કરો


શાબ્દિક ટપાટપીના વિવાદનો આવ્યો અંત 

લોક ડાયરા દરમિયાન સ્ટેજ પરથી કરાયેલ ટિપ્પણીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતો. સમાજને સંદેશો આપનારા કલાકારો વચ્ચે થયેલા શાબ્દિક ટપાટપીનો વિષય લોકમુખે ચર્ચાઈ રહ્યો હતો. ત્યારે ઈસરદાન ગઢવી અને દેવાયત ખવડે વચ્ચે થલેયા શાબ્દિક યુદ્ધનો અંત મઢના સોનલ ધામ ખાતે આવ્યો છે. તેઓએ કહ્યું હમેશાં માટે અમે બન્ને ભાઈઓ ભેગા છીએ. મન દુ:ખ દુર થઈ ગયા છે. તો જોઈએ સોનલ ધામ ખાતે બન્ને વચ્ચે થયેલા સમાધાનનો વિડીયો.


 બંને કલાકારો વચ્ચે થયું સમાધાન જુઓ વિડિયો  





અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.