મંગળવારે એટલે કે ગઈકાલે વડાપ્રધાન મોદીએ કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. વંદે ભારત ટ્રેનને શરૂ થયે હજી અમુક કલાકો થયા છે. પરંતુ વંદે ભારત ટ્રેન વિવાદમાં આવી ગઈ છે. મળતી માહિતી અનુસાર ટ્રેન જ્યારે શોરાનૂર જંક્શન પહોંચી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રેન પર કોંગ્રેસના સાંસદ વી.કે શ્રીકંદનના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. અને આ જ પોસ્ટર વિવાદનું કારણ પણ બન્યા. ભાજપ દ્વારા આ વાતનો વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર પોસ્ટર લગાવવા વાળા પર કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના કાર્યકર્તાઓએ લગાવ્યા કોંગ્રેસ સાંસદના પોસ્ટર
દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે કેરળમાં પણ વંદે ભારત ટ્રેનને પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી હતી. ત્યારે કેરળમાં શરૂ થયેલી ટ્રેન તિરૂવનંતપુરમ અને કાસરગોડ વચ્ચે દોડશે. આ દેશની 15મી વંદેભારત ટ્રેન છે. ત્યારે કેરળની વંદે ભારત વિવાદમાં આવી છે. મળતી માહિતી અનુસાર ટ્રેન જ્યારે શોરાનુર પહોંચી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રેન પર કોંગ્રેસના સાંસદ વીકે શ્રીકંદનના પોસ્ટર લગાવી દીધા હતા.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના પર સાંસદે આપી પ્રતિક્રિયા!
આ ઘટના સામે આવતા ભાજપ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષે આ ઘટનાની નિંદા કરી છે. એવો આરોપ પણ લગાવ્યો હતો કે આ હરકત સાંસદના સમર્થકોની છે અને કાર્યકર્તા આવી રીતે ગંદા વ્યવહાર કેવી રીતે કરી શકે છે. આ મામલે કોંગ્રેસે પોતાનો પક્ષ રાખ્યો છે. તેમણે કહ્યું કે ટ્રેન પર પોસ્ટર લગાવવા માટે કહેવામાં આવ્યું ન હતું. શ્રીકંદને પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમની જાણકારી વિના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ દ્વારા જાણીજોઈને વિવાદ ઉભો કરવામાં આવે છે.