કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. ફરી એક વખત લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે જેને કારણે લોકોની ચિંતા વધી છે. દેશમાં કોરોના માથું ઉચકી રહ્યું છે તો ગુજરાતમાં પણ કોરોનાના પ્રતિદિન કેસો નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસ નોંધાયા છે. મળતી માહિતી અનુસાર અમદાવાદમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે જેમાં પાંચ મહિલાઓનો તેમજ 4 પુરૂષોનો સમાવેશ થાય છે. જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાંથી 5 લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આ સાથે અમદાવાદમાં જ માત્ર કોરોનાના 59 એક્ટિવ કેસ થઈ ગયા છે.2 લોકો હોસ્પિટલમાં છે જ્યારે 57 લોકો આઈસોલેશન હેઠળ છે.
દેશમાં ફરી વધી રહ્યા છે કોરોના કેસ
થોડા વર્ષોથી કોરોના શબ્દ સાંભળવો સામાન્ય બની ગયો છે. એક સમય હતો જ્યારે દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો હજારોમાં નોંધાતો હતો. મૃત્યુઆંક પણ સતત વધતો હતો. પરંતુ ધીમે ધીમે લોકો કોરોના સાથે રહેવા માટે ટેવાઈ ગયા હોય તેવું લાગતું. સમય જતા લોકોમાંથી કોરોનાનો ડર ઓછો થઈ ગયો હોય તેવી પરિસ્થિતિ આવી. લોકો એકદમ બિન્દાસ થઈ ગયા પરંતુ કોરોના ફરી એક વખત દેશભરમાં માથું ઉચકી રહ્યું છે. કોરોના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે.
બહારથી આવેલા લોકો થઈ રહ્યા છે કોરોના સંક્રમિત
અમદાવાદમાં પણ કોરોના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાના નોંધાયેલા કેસની વાત કરીએ તો પાંચ મહિલાઓ તેમજ 4 પુરૂષોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ નવ વ્યક્તિઓ જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. 9માં પાંચ કોરોના સંક્રમિતો એવા છે જે બહાર ફરીને આવ્યા છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે તેવું લાગી રહ્યું છે.
નાતાલના વેકેશન વખતે લોકો ગયા હતા બહારગામ ફરવા
અમદાવાદમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો નવરંગપૂરા, થલતેજ, બોડકદેવ, જોધપુરથી સામે આવ્યો છે. અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59 આસપાસ એક્ટિવ કેસની સંખ્યા પહોંચી ગઈ છે. 59 દર્દીઓ પૈકી 2 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જ્યારે 57 દર્દીઓ આઈસોલેશન હેઠળ છે. મહત્વનું છે કે અમદાવાદમાં કોરોના કેસે રફતાર પકડી છે. એક સમય હતો જ્યારે ઓછા કેસો નોંધાતા હતા પરંતુ હવે પ્રતિદિન કોરોના કેસ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે નાતાલની રજાઓ વખતે અનેક લોકો બહારગામ હતા જેને કારણે આગામી દિવસોમાં આ કેસમાં ફરી એક વખત વધારો નોંધાઈ શકે છે. હિલ સ્ટેશનો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી.ગાડીઓની લાંબી લાઈન જોવા મળી હતી. જે દ્રશ્યો સામે આવ્યા હતા તેને જોતા લોકો અનુમાન લગાવતા હતા કે આવનાર દિવસોમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળે તો નવાઈ નહી.