સંયુક્ત રાષ્ટ્ર પરિષદે સોમવારે એક જાહેરાત કરી છે. જે મુજબ પાકિસ્તાનના અબ્દુલ રહમાન મક્કીને આંતરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો છે. ભારતે ગયા વર્ષે લશ્કર-એ-તૈયબાના નેતાને વૈશ્વિક સ્તરે આતંકવાદી તરીકે ઘોષિત કરવાની માગ કરી હતી પરંતુ ચીનની દખલઅંદાજીને કારણે આ ઘોષણા કરવામાં આવી ન હતી. પરંતુ સોમવારે આ અંગેની ઘોષણા કરવામાં આવી હતી.
અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક સ્તરોનો આતંકવાદી જાહેર
વિશ્વના અનેક દેશોમાં આતંકવાદી હુમલાને કારણે અનેક લોકોના મોત થયા છે. સંપત્તિને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્ર પરિષદે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના નેતા અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક સ્તરે આતંકવાદ ઘોષિત કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 15 જાન્યુઆરી 2023ના રોજ આઈએસઆઈએલ, અલ-કાયદા, અને તેનાથી સંબંધિત વ્યક્તિઓ, જૂથો, અને સંસ્થાઓ પર સુરક્ષા પરિષદ સમિતિએ ઠરાવો 1267 (1999), 1989(2011) અને 2253(2015)એ તે મુજબ મંજૂર કર્યા હતા. સુરક્ષા પરિષદ ઠરાવ 2610(2021)ના ફકરામાં નિર્ધારિત અને અપનાવવામાં આવેલી નીકિમાં સંપત્તિ ફ્રીઝ, મુસાફરી પ્રતિબંધો અને શસ્ત્ર પ્રતિબંધોનો સમાવેશ થાય છે.
ભારતે પહેલેથી જ આતંકવાદી જાહેર કર્યો હતો
ઘણા સમય પહેલા જ ભારત અને પાકિસ્તાન પોતાના સ્થાનિક કાયદા હેઠળ મક્કીને આતંકવાદી જાહેર કરી ચૂક્યા છે. પરંતુ હવે સંયુક્ત રાષ્ટ્ર પરિષદે તેમને વૈશ્વિક આતંકવાદ જાહેર કરી દીધા છે. 26-11ના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો સાળો છે.