28 મેના રોજ નવા સંસદભવનનું ઉદ્ધાટન થવાનું છે. ઉદ્ધાટનને લઈ દેશના તમામ સાંસદો અને અગ્રાણી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. કુલ 19 જેટલી પાર્ટીઓએ આ કાર્યક્રમથી અળગા રહેવાની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, મમતા બેનર્જીની ટીએમસી, લાલુ પ્રસાદ યાદવની આરજેડી, એનસીપી, ડીએમકે, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, સીપીઆઈ, સીપીઆઈ(એમ) અને વીસીકે સહિત અનેક પાર્ટીઓનો સમાવેશ થાય છે.
સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાવા કોંગ્રેસની માગ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થવાનું છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા લોકસભા અને રાજ્યસભાના તમામ પૂર્વ સ્પીકર અને અધ્યક્ષોને, રાજ્યોના મુખ્યમંત્રીઓને તેમજ બંને ગૃહના સાંસદોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી આ કાર્યક્રમમાં હાજર રહેશે કે નહીં તેની જાણકારી આપવામાં આવી નથી. મહત્વનું છે કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ માગ કરી કે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાવવામાં આવે.
આ પાર્ટીઓએ કરી છે કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત!
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, મમતા બેનર્જીની ટીએમસી, લાલુ પ્રસાદ યાદવની આરજેડી, એનસીપી, ડીએમકે, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, સીપીઆઈ, સીપીઆઈ(એમ) અને વીસીકેએ આ કાર્યક્રમમાં હાજર ન રહેવાની જાહેરાત કરી છે. સંજય રાઉતે કહ્યું કે અમારી સંસદ ઐતિહાસિક છે. તે હજી સો વર્ષ સુધી ચાલી શકે છે. તેને બનાવવામાં આરએસએસ અને ભાજપનો કોઈ હાથ નથી. નવું ભવન બનાવી શિલા લગાવવામાં આવશે કે આનું ઉદ્ધાટન પીએમ મોદીએ કર્યું છે. તેના માટે ખર્ચો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.
राष्ट्रपति से संसद का उद्घाटन न करवाना और न ही उन्हें समारोह में बुलाना - यह देश के सर्वोच्च संवैधानिक पद का अपमान है।
— Rahul Gandhi (@RahulGandhi) May 24, 2023
संसद अहंकार की ईंटों से नहीं, संवैधानिक मूल्यों से बनती है।