દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ તેમજ મહાત્મા ગાંધી પર અનેક વખત શાબ્દિક પ્રહાર થતા રહે છે. કોઈને કોઈ નેતાનો વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે હમેશાં નશાબંધી તેમજ દારૂબંધીની વાતો કરનાર કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી કૌશલ કિશોરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે જવાહરલાલ નહેરૂ નશો કરતા હતા. તેમજ મહાત્મા ગાંધીનો એક પુત્ર પણ નશો કરતો હતો.
જવાહરલાલ નહેરૂ નશો કરતા હતા - કૌશલ કિશોર
દેશમાં નશાને કારણે અનેક લોકોના મોત થાય છે. યુવા પેઢી નશાની લતમાં જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે લોકો નશાથી દૂર રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના ભરતપૂરમાં આયોજીત નશા મુક્તિ જાગરણ અભિયાન કાર્યક્રમને સંબોધિત કરતા આ નિવેદન આપ્યું. કૌશલ કિશોર હંમેશા નશા બંધીની વાતો કરતા નજરે પડે છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે જવાહરલા નહેરૂ નશો કરતા હતા, સિગરેટ પીતા હતા. અને મહાત્મા ગાંધીનો એક પુત્ર પણ નશો કરતો હતો, જો આપ વાંચશો તો ખબર પડશે. નશાની દુનિયાએ સમગ્રપણે આપણા દેશ પર કબ્જો કરી લીધો છે. જે રીતે ઝેરની દુકાન નથી હોતી તે રીતે નશાની પણ દુકાન ન હોવી જોઈએ.
નશાથી થતા નુકસાનથી લોકોને જાગૃત કરવા જરૂરી
અનેક લોકો નશાની લતમાં ફસાઈ જતા હોય છે. કોઈ સિગારેટની લતમાં તો કોઈ દારૂનો નશો કરે છે. નશાને કારણે યુવાપેઢી બરબાદ થતી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. નશાને કારણે અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે નશાને કારણે કોઈનો પરિવાર વિખેરાઈ ન જાય તે માટે આ દિશામાં પગલું લેવું જોઈએ.