વિધાનસભા ચૂંટણી માટે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. અનેક રાજકીય પાર્ટી ગુજરાત આવી પ્રચારમાં વ્યસ્ત બનયા છે. ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય મંત્રીઓની ટીમને ઉતારી છે. 15 દિવસ દરમિયાન અનેક કેન્દ્રીય મંત્રી ગુજરાતમાં પ્રવાસ અર્થે આવવાના છે. ત્યારે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ભાવનગર ખાતે તેમણે જનસભાને સંબોધી હતી.
આપ પર કિરણ રિજ્જુએ કર્યા પ્રહાર
પોતાના પ્રચાર દરમિયાન પાર્ટી બીજી રાજકીય પાર્ટીઓ પર પ્રહાર કરતા હોય છે. ભાજપ વિરૂદ્ધ આપ પ્રહાર કરે અને આપ વિરૂદ્ધ ભાજપ પ્રહાર કરે તે હવે સામાન્ય બની ગયું છે. પોતાના સંબોધન દરમિયાન કિરણ રિજ્જુએ આપ પર પ્રહાર કર્યા હતા.
અરવિંદ કેજરીવાલ પર પણ સાધ્યું નિશાન
આપ અને અરવિંદ કેજરીવાલે પર પ્રહાર કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ દેશ અને સમાજને તોડવા મોટે કંઈકને કાંઈક વિવાદિત નિવેદન આપતા રહે છે. પરંતુ ગુજરાતના લોકો સમજદાર છે એટલે કેજરીવાલને અહીંયા આવવા નહીં દઈએ.