થોડા સમય બાદ ગુજરાતમાં ચૂંટણી જાહેર થવાની છે. ત્યારે ચૂંટણી પહેલા સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે નિર્ણય કર્યો છે જે અંતર્ગત મંત્રાલયે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાની રહેવાસીઓને નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયે નોટિફિશેન બહાર પાડી જણાવ્યું હતું કે લોકોએ નાગરિકતા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ગુજરાત માટે ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ ગમે ત્યારે જાહેર કરી શકે છે. ચૂંટણી નજીક આવતા કેન્દ્રીય ગૃહમંત્રાલયે નિર્ણય લીધો છે જે અંતર્ગત ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા અને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવનારા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા નિયમો, 2009ની જોગવાઈ અનુસાર ભારતના નાગરિક તરીકે નોંધણી કરાવવાની મંજૂરી આપવામાં આવશે.