વિશ્વમાં તેમજ ભારતમાં કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાએ માથું ઉચક્યું છે. વધતા કોરોના સંક્રમણને લઈ ભારત સરકાર પણ સતર્ક બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. જે બાદ આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરવાના છે.
રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે યોજશે બેઠક
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. અનેક પરિવારે કોરોનાને કારણે પોતાના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે ફરી એક વખત કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીન, જાપાન સહિતના દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. વધતા કોરોના કેસને જોઈ ભારત સરકાર પણ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. વધતા કોરોના સંક્રમણને લઈ બેઠકો કરવામાં આવી રહી છે. આજે મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરવાના છે. સંસદમાં પણ કોરોનાને લઈ મુદ્દો ઉઠ્યો હતો. જેમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કોરોના અંગેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
પીએમ મોદીએ પણ કરી હતી ઉચ્ચ સ્તરીય બેઠક
કોરોનાની અસર સંસદમાં પણ જોવા મળી હતી. સાંસદોને પણ માસ્ક પહેરીને આવવાની અપીલ કરી છે. ઉપરાંત સ્પીકર,પીએમ મોદી સહિતના અનેક સાંસદો સંસદની કાર્યવાહી દરમિયાન માસ્ક પહેરીને આવ્યા હતા. ઉપરાંત પીએમ મોદીએ પણ માસ્ક પહેરવાની અપીલ કરી છે. ગુરૂવારે વડાપ્રધાન મોદીએ બેઠક કરી હતી.