ગુજરાતમાં બદલીઓનો દોર યથવાત રહ્યો છે. જેના પગલે આજે ફરી એક વાર ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 4 IAS અધિકારીઓની બદલી કરવીમાં આવી છે. રાજ્ય સરકારે ચાર IAS અધિકારીઓને બદલીના આદેશ અપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આઈએએસ અધિકારી ધનંજય દ્વિવેદી, આઈએએસ અધિકારી શાહમીના હુસૈન, હસમુખકુમાર રતિલાલ પટેલ અને આલોક કુમાર પાન્ડેયની બદલી કરવામાં આવી છે.
કયા અધિકારીની ક્યા બદલી થઈ?
રાજ્ય સરકારે ધનંજય દ્વિવેદી જે નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસરમાં હતા તેમની બદલી પરિવાર અને કલ્યાણ વિભાગમાં એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કરી છે. તો આઈએએસ અધિકારી શાહમીના હુસૈનની બદલી નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસરમાં કરી છે. હુસૈન અગાઉ પરિવાર કલ્યાણ વિભાગમાં કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. તે જ પ્રકારે રાજ્ય સરકારે હસમુખકુમાર રતિલાલ પટેલની આરોગ્ય કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. હસમુખ પટેલ પહેલા યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગમાં કમિશનર હતા. આ ઉપરાંત આલોક કુમાર પાન્ડેયને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.