આ તારીખે રિલીઝ થશે શાહરૂખ ખાનની ફિલ્મ ;જવાન'નું ટ્રેલર, કિંગ ખાનનું નામ સાંભળતા જ ફેન્સમાં વધી ઉત્સુક્તા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-08 18:07:55

થોડા સમય પહેલા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આવી હતી, જેણે બોક્સ ઓફિસ પર તેમજ દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી લીધું હતું. ત્યારે  કિંગ ખાનના ફેન્સ તેમની આવી રહેલી ફિલ્મ જવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મને લઈ વધારે માહિતી શેર કરવામાં નથી આવી, પરંતુ આજે ફિલ્મના મેકર્સ દ્વારા ફિલ્મના ટ્રેલરને લઈ હિંટ આપવામાં આવી છે. જવાન ફિલ્મનું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે તેવી જાહેરાત કરાઈ છે. જેને લઈ કિંગ ખાનના ફેન્સની ખુશીનો પારો ન રહ્યો હતો. એક્સાઈટમેન્ટ વધી ગયું છે.

 


આવી રહી છે કિંગ ખાનની ફિલ્મ!

શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ ગજબની છે. લાખો લોકોના દિલ પર શાહરૂખ ખાન રાજ કરે છે. કિંગ ખાનના અનેક એવા ફેન્સ હશે જે તેમની એક પણ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં હોય. ત્ચારે થોડા સમય પહેલા રિલીઝ થયેલી પઠાણ ફિલ્મે તો શાહરૂખ ખાનના ફેન્સ પર જાદુ ચલાવી દીધો હતો. ફિલ્મ બ્લોકબ્લ્સટ હતી. એક અઠવાડિયાની અંદર ફિલ્મે કરોડોની કમાણી કરી હતી. ત્યારે ફરી એક વખત કિંગ ખાન પોતાની ફિલ્મને લઈ બોક્સ ઓફિસ પર આવી રહ્યા છે. 


ટ્રેલરને લઈ કિંગ ખાનના ફેન્સમાં વધી ઉત્સુક્તા

ટૂંક સમયમાં કિંગ ખાનની ફિલ્મ જવાન આવવાની છે. જવાન ફિલ્મનું મોશન પોસ્ટર રેડચિલી દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે સોશિયલ મીડિયા પર મોશન પોસ્ટર શેકર કરવામાં આવ્યું છે જેમાં એક વોકી ટોકી પર જવાન લખવામાં આવ્યું છે, અને અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે કમિંગ સૂન. મોશન પોસ્ટર શેર કરતા લખ્યું છે કે સ્ટે ટ્યુંડ, જવાન ટ્રેલર. મોશન પોસ્ટર રિલીઝ થતાં જ ટ્વિટર પર ફિલ્મ ટ્રેન્ડ થઈ હતી. ફિલ્મને લઈ ફેન્સમાં અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  


       

આ કલાકારો જોવા મળશે મુખ્ય ભૂમિકામાં 

જવાન ફિલ્મ વિશે વાત કરીએ તો શાહરૂખ ખાન આ ફિલ્મમાં ડબલ રોલ કરતા દેખાવવાના છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે નયનતારા, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 7 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?