કપિલ શર્મા બોલિવુડમાં ફિલ્મ ઝ્વીગાટોથી ફરી એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. કોમેડિથી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવનાર કપિલ શર્મા લાંબા સમય બાદ મોટા પડદા પર દેખાવાના છે. સોશિયલ મીડિયા પર ફિલ્મનું નવું પોસ્ટર રિલિઝ કરી ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી છે. 1 માર્ચે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાનું છે જ્યારે 17 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થવાની છે.
પોસ્ટરમાં જોવા મળી કપિલના કામની ઝલક
સોશિયલ મીડિયા પર કપિલ શર્માએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. ઝ્વીગાટોને લઈને કપિલ શર્મા ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરી હતી જેમાં ફિલ્મ ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. પોતાની ફિલ્મને લઈ કપિલ શર્મા એકસાઈટેડ છે. આ ફિલ્મમાં કપિલ ડિલિવરી બોય માનસની ભૂમિકામાં જોવા મળશે અને નવા પોસ્ટરમાં તેના કામની ઝલક જોવા મળી હતી.
કપિલ શર્માની સાથે જોવા મળશે શહના ગોસ્વામી
ફિલ્મના સ્ટોરીની વાત કરીએ તો ઝ્વીગાટોની સ્ટોરી ફૂડ ડિલિવરી બોયની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ એક એવા કર્મચારી પર આધારિત છે જે કોવિડ 19 દરમિયાન પોતાની નોકરી ગુમાવી ચૂક્યો છે. કપિલ શર્મા પોતાની આગામી ફિલ્મ સાથે ઓર્ડર સમય પર ડિલિવરી કરવા માટે તૈયાર છે. અભિનેતાએ લોકોને તેની સાથે અભિનેત્રી શહના ગોસ્વામીનો પણ પરિચય કરાવ્યો છે. આ ફિલ્મમાં શહના ગોસ્વામી કપિલ શર્માની પત્ની તરીકે જોવા મળશે. એપ્લોઝ એન્ટરટેનમેન્ટ હેઠળ બનેલી ફિલ્મ 17 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ નંદિતા દાસ દ્વારા લખવામાં આવી છે અને નિર્દેશિત કરવામાં આવી છે.